Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

સુરતમાં શૈક્ષણિક સંસ્થાઓ પર SMCની તવાઈ:પી.પી. સવાણી સ્કૂલને ₹25 હજારનો દંડ, 109 શાળાઓમાં ગંદકી; 59 નોટિસ ફટકારી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 24, 2026 👁 4 views
સુરતમાં શૈક્ષણિક સંસ્થાઓ પર SMCની તવાઈ:પી.પી. સવાણી સ્કૂલને ₹25 હજારનો દંડ, 109 શાળાઓમાં ગંદકી; 59 નોટિસ ફટકારી
સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા શહેરમાં સ્વચ્છ સર્વેક્ષણ અંતર્ગત શૈક્ષણિક સંસ્થાઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તારીખ 21 ઓગસ્ટથી 24 ઓગસ્ટ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી 711 શાળા, કોલેજ અને ટ્યુશન ક્લાસીસમાં સ્વચ્છતા અને કચરાના યોગ્ય નિકાલ અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન 109 જેટલા સ્થળોએ કચરાપેટી ન હોવા તેમજ ગંદકી જોવા મળતા તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. પાલિકાની ટીમે આ ડ્રાઇવ દરમિયાન 1219 કિલો જેટલો કચરો દૂર કરાવી સ્થળ સ્વચ્છ કરાવ્યું હતું. આ ઉપરાંત નિયમોનું ઉલ્લંઘન કરનારી સંસ્થાઓને 59 જેટલી નોટિસ આપી કુલ ₹69,000નો વહીવટી ચાર્જ (દંડ) વસૂલ કર્યો છે. કઈ સંસ્થા પાસેથી કેટલો દંડ વસૂલાયો? ઉત્તર-બી ઝોન (કતારગામ) ઉત્તર-એ ઝોન સાઉથ-એ ઝોન સાઉથ-વેસ્ટ ઝોન સાઉથ-બી ઝોન સેન્ટ્રલ ઝોન સાઉથ-ઇસ્ટ ઝોન સૂકો-ભીનો કચરો અલગ રાખવા પાલિકાની અપીલ મનપા દ્વારા તમામ સંચાલકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓને સંસ્થા પરિસરમાં સૂકો-ભીનો કચરો અલગ રાખવા, ડસ્ટબિન મૂકવા તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અપીલ કરવામાં આવી છે. ભવિષ્યમાં જો કોઈ સંસ્થા નિયમભંગ કરતી જણાશે તો તેની સામે વધુ કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan