Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

સુરતના રાંદેરમાં ધમધમતા જુગારધામ પર પોલીસનો દરોડો:3 મહિલાઓ સહિત 14 જુગારીઓ રંગેહાથ ઝડપાયા, રોકડ અને મોબાઈલ મળી કુલ રૂ. 1.85 લાખનો મુદ્દામાલ જપ્ત

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 22, 2026 👁 1 views
સુરતના રાંદેરમાં ધમધમતા જુગારધામ પર પોલીસનો દરોડો:3 મહિલાઓ સહિત 14 જુગારીઓ રંગેહાથ ઝડપાયા, રોકડ અને મોબાઈલ મળી કુલ રૂ. 1.85 લાખનો મુદ્દામાલ જપ્ત
સુરતના રાંદેર વિસ્તારમાં મોટા જુગારધામનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પાલનપુર જકાતનાકા નજીક આવેલા કૃષ્ણા રો-હાઉસમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલા 3 મહિલાઓ સહિત કુલ 14 જુગારીઓને પોલીસે રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની રેડથી જુગારીઓમાં ભારે નાસભાગ મચી રાંદેર પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન બાતમી મળી હતી કે, કૃષ્ણા રો-હાઉસના મકાન નંબર-20માં કેટલાક શખ્સો ગંજીપાનાથી પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. જેના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. પોલીસની રેડથી જુગારીઓમાં ભારે નાસભાગ અને ફફડાટ મચી ગયો હતો. જોકે, પોલીસે મકાનને ઘેરી લઈને ત્યાં જુગાર રમી રહેલા 14 આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપીઓમાં ઘરકામ કરતી મહિલાઓ તેમજ ડ્રાઇવિંગ, મજૂરી અને પ્લમ્બિંગ જેવા વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલા સ્થાનિકોનો સમાવેશ થાય છે. 1.84 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે તમામ સામે ગુનો નોંધ્યો પોલીસને ઘટનાસ્થળેથી અંગ ઝડતીમાંથી રોકડા રૂ. 58,050 તેમજ દાવ પરથી રોકડા રૂ. 4,850 મળી કુલ રૂ. 62,900 ની રોકડ રકમ મળી આવી હતી. આ ઉપરાંતગં જીપાનાની 3 કેટ, આશરે રૂ. 1,22,000ની કિંમતના 8 મોબાઈલ ફોન તથા વેરાબિલની એક નકલ સહિત કુલ રૂ. 1,84,900 નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ સમગ્ર મામલે રાંદેર પોલીસે તમામ 14 આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમ 4 અને 5 મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan