Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

સુરતની સ્મીમેર હોસ્પિટલના MRI ડિપાર્ટમેન્ટમાં બેદરકારીની પરાકાષ્ઠા:6 મહિના પહેલાં બનેલી દીવાલોનું ફરી રિપેરિંગ શરૂ થતાં ધૂળની ડમરીઓ ઉડી, દર્દીઓમાં ઇન્ફેક્શનનો ગંભીર ખતરો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 24, 2026 👁 2 views
સુરતની સ્મીમેર હોસ્પિટલના MRI ડિપાર્ટમેન્ટમાં બેદરકારીની પરાકાષ્ઠા:6 મહિના પહેલાં બનેલી દીવાલોનું ફરી રિપેરિંગ શરૂ થતાં ધૂળની ડમરીઓ ઉડી, દર્દીઓમાં ઇન્ફેક્શનનો ગંભીર ખતરો
સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં તંત્રની ઘોર લાપરવાહી ફરી એકવાર સામે આવી છે. હોસ્પિટલના MRI ડિપાર્ટમેન્ટમાં માત્ર છ મહિના પહેલાં જ લાખો રૂપિયાના ખર્ચે નવી દીવાલો બનાવવામાં આવી હતી. જોકે, નબળી ગુણવત્તા કે પ્લાનિંગના અભાવે આ દીવાલોનું ફરીથી રિપેરિંગ કામ શરૂ કરી દેવાતાં સમગ્ર ડિપાર્ટમેન્ટમાં ભારે માત્રામાં ધૂળ અને ડસ્ટ ઉડી રહી છે. આ ધૂળિયા વાતાવરણ વચ્ચે જ દર્દીઓની તપાસ કરવામાં આવી રહી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં તંત્ર સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ઓપરેશન અને સ્ટીચ લીધેલા દર્દીઓ માટે મોટો ખતરો ડાયગ્નોસ્ટિક એરિયામાં સતત ઉડી રહેલી ધૂળના કારણે સીટી સ્કેન, MRI અને એક્સ-રે કરાવવા આવતા ગંભીર દર્દીઓમાં સેપ્ટિક અને બેક્ટેરિયલ ઇન્ફેક્શન ફેલાવાનો ભયંકર ખતરો ઊભો થયો છે. ખાસ કરીને એક્સ-રે અને અન્ય પ્રોસિજર બાદ જે દર્દીઓને ટાંકા લીધેલા હોય કે ખુલ્લા ઘા હોય, તેમના ઘામાં આ સિમેન્ટ-રેતીની ડસ્ટ જવાથી જીવનું જોખમ ઊભું થઈ શકે છે. ઉચ્ચ અધિકારીઓની આંખ આડા કાન ડિપાર્ટમેન્ટમાં સતત ઉડતી ડસ્ટના કારણે ત્યાં 8-8 કલાક ફરજ બજાવતા પેરામેડિકલ સ્ટાફ, ટેકનિશિયનો અને સફાઈ કર્મચારીઓ શ્વાસ સંબંધિત તકલીફોનો સામનો કરી રહ્યા છે. દર્દીઓ અને તેમના સગાં-વહાલાં પણ આ ગંદકીથી પરેશાન છે. આ અંગે સ્ટાફ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં જવાબદાર ‘સાહેબો’ સ્થળ મુલાકાત લેવાની તસ્દી પણ લેતા નથી કે કામ દરમિયાન યોગ્ય પાર્ટીશન કે ડસ્ટ કંટ્રોલ પ્રોટોકોલનું પાલન કરાવતા નથી. રાત્રે કામગીરી કરવામાં આવે છે: તબીબી અધિકારી સ્મીમેર હોસ્પિટલના તબીબી અધિકારીએ જણાવ્યું હતું કે, આ કામગીરી શરૂ થયા બાદ દિવસે કામ બંધ રાખવામાં આવે છે અને સાંજે 7:00 વાગ્યા બાદ કામગીરી શરૂ કરવામાં આવે છે. આ સાથે જ આ રસ્તાને કોર્ડન કરીને બંધ કરી દેવામાં આવે છે અને દર્દી અને તેના પરિવારજનોને અલગ રસ્તાથી લઈ જવામાં આવે છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan