Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
education

TAT-Sની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઇ:રાજકોટમાં ઉમેદવારોએ કહ્યું-પહેલું પેપર અપેક્ષા મુજબનું જ હતું જ્યારે બીજું પેપર થોડું લાંબું હતું

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 20, 2026 👁 1 views
TAT-Sની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઇ:રાજકોટમાં ઉમેદવારોએ કહ્યું-પહેલું પેપર અપેક્ષા મુજબનું જ હતું જ્યારે બીજું પેપર થોડું લાંબું હતું
રાજકોટમાં TAT-Sની પરીક્ષા યોજાઈ હતી. શહેરના અલગ અલગ 85 કેન્દ્રો પર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પરીક્ષા આપવા માટે 15,000 ઉમેદવારો નોંધાયા હતા. પરીક્ષા 2 શિફ્ટમાં યોજાઇ હતી જેમાં પહેલું પેપર સવારે 10:00 વાગ્યાથી 1:00 વાગ્યા સુધી અને બીજું પેપર બપોરે 3:00 વાગ્યાથી લઈને 6:00 વાગ્યા સુધી ચાલ્યું હતું. જોકે પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે તમામ કેન્દ્રો પર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તથા ઉમેદવારોનું કડક ચેકિંગ કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. હાલ પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. 'પેપર થોડું લાંબું અને ગણિત અને વિજ્ઞાન બંને વિષયોનું પ્રમાણ સરખું હતું' ડાંગર મેઘા નામના પરીક્ષાર્થીએ આ પેપર અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, પેપર થોડું લાંબું (લેન્ધી) હતું. ગણિત અને વિજ્ઞાન બંને વિષયોનું પ્રમાણ સરખું રાખવામાં આવ્યું હતું. જોકે વિજ્ઞાનનો ભાગ વધારે સારો રહ્યો હતો, જ્યારે ગણિતનો વિભાગ થોડો લાંબો પડે તેવો હતો. ગુજરાતીનું પહેલું પેપર અપેક્ષા મુજબનું જ હતું અને તેમાં કોઈ ખાસ સમસ્યા આવી નહોતી. પરંતુ બીજું પેપર થોડું લાંબું હતું. પ્રશ્નોમાં કોઈ ભૂલ ન હતી અને બધું જ યોગ્ય હતું આ પરીક્ષાના પરિણામ અને તે વિશે પોતાની ગણતરી અંગે તેમણે કહ્યું કે, હવે મેરિટ કેટલે અટકે છે અને કેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે તેના આધારે આગળની સ્થિતિ સ્પષ્ટ થશે. પેપરમાં પ્રશ્નો અંગે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે પ્રશ્નોમાં કોઈ ભૂલ ન હતી અને બધું જ યોગ્ય હતું. ઉલ્લેખનીય છે કે આ પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે પોલીસ તંત્ર પણ સતત સતર્ક રહ્યું હતું. અને ટ્રાફિક સહિતના કારણે છાત્રોને કોઈ મુશ્કેલી ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. તેમજ પોલીસ કમિશ્નર દ્વારા ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં ઝેરોક્ષ મશીન ચાલુ રાખવા ઉપર પ્રતિબંધ તેમજ પરીક્ષા કેન્દ્રની 100 મીટર આસપાસ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan