Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

Tharad News: બાખાસર બોર્ડર પર માવસરી પોલીસ એક્શનમાં, રાજસ્થાનથી આવતા વાહનોનું સઘન ચેકિંગ

📰 Sandesh 🕐 1 min read 📅 August 22, 2026 👁 5 views
Tharad News: બાખાસર બોર્ડર પર માવસરી પોલીસ એક્શનમાં, રાજસ્થાનથી આવતા વાહનોનું સઘન ચેકિંગ
બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ-થરાદ વિસ્તારમાં માવસરી પોલીસે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવી છે. ગેરકાયદે પ્રવૃત્તિઓ, દારૂની ઘૂસણખોરી અને અસામાજિક તત્વો પર લગામ કસવા માટે પોલીસે બોર્ડર વિસ્તારમાં અચાનક એક્શનમાં આવીને કડક વાહન ચેકિંગ ઝુંબેશ શરૂ કરી છે. જે કારણે અસામાજિક તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે. બાખાસર ચેકપોસ્ટ પર રાજસ્થાનથી આવતા વાહનો પર બાજનજર રાજસ્થાન અને ગુજરાતને જોડતી અતિ સંવેદનશીલ ગણાતી બાખાસર બોર્ડર ચેકપોસ્ટ પર પોલીસે ચોકીપહેરો સખત કરી દીધો છે. રાજસ્થાન તરફથી ગુજરાતની હદમાં પ્રવેશતા તમામ નાના-મોટા વાહનો, શંકાસ્પદ મુસાફરો અને માલવાહક વાહનોનું બારીકાઈથી સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તપાસ બાદ જ વાહનોને ગુજરાતમાં પ્રવેશ માવસરી પોલીસ કાફલા દ્વારા બોર્ડર પર દરેક વાહનની કાયદેસરની ચકાસણી, કાગળોની તપાસ અને શંકાસ્પદ સામગ્રી અંગેની સઘન તપાસ કરવામાં આવી રહી છે. પૂરેપૂરી ખાતરી અને સઘન ચેકિંગ કર્યા બાદ જ વાહનોને ગુજરાત તરફ આગળ વધવાની મંજૂરી આપવામાં આવી રહી છે. પોલીસની આ કડક કાર્યવાહીથી ગેરકાયદે ઘૂસણખોરી કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. આ પણ વાંચો - Vav-Tharadના ખેડૂતો માટે રાહત રૂપ સમાચાર: વરસાદ ખેંચાતાં નર્મદાની 5 બ્રાન્ચ કેનાલમાં છોડાયું સિંચાઈનું પાણી!
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan