Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

ત્રણ શખ્સને રૂ. 61.77 લાખનો દંડ ભરવાની નોટિસ:જૂના સાદુળકામાં મચ્છુ નદીમાં રેતી ખનન પ્રકરણમાં 17,663 મેટ્રિક ટન રેતી ચોરી ખુલી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 November 4, 2026 👁 1 views
ત્રણ શખ્સને રૂ. 61.77 લાખનો દંડ ભરવાની નોટિસ:જૂના સાદુળકામાં મચ્છુ નદીમાં રેતી ખનન પ્રકરણમાં 17,663 મેટ્રિક ટન રેતી ચોરી ખુલી
મોરબી તાલુકાના જૂના સાદુળકા ગામ નજીક મચ્છુ નદીના પટમાં ગેરકાયદે રેતી ખનન તેમજ તેમાં પકડાયેલા વાહનો આરોપીઓ દ્વારા છોડાવવા ખનીજ વિભાગની ટીમ સાથે ઝપાઝપી કરી સાધનો પડાવી જવાની ઘટનામાં ખાણ ખનીજ વિભાગ દ્વારા વધુ કડક કાર્યવાહી કરવામાં આવી છે અને ત્રણ શખ્સને 61.77 લાખનો દંડ ભરવા નોટિસ ફટકારી છે. રેતી ખનન પ્રકરણમાં 17,663 મેટ્રિક ટન રેતીની ચોરી થઇ પણ હોવાનું ખુલ્યું છે. ખાણ વિભાગની ટીમ તપાસ માટે સ્થળ પર પહોંચી ત્યારે એક્સકેવેટરનો ઓપરેટર મશીન મૂકીને ભાગી છૂટ્યો હતો. આ દરમિયાન કારમાં આવેલા જયદીપસિંહ ઝાલા, માનવેન્દ્રસિંહ ઝાલા અને હરદીપસિંહ જાડેજાએ ટીમ સાથે ઝપાઝપી કરી હતી. સિક્યુરિટી ગાર્ડને માર મારવા ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનું પણ ફરિયાદમાં સામેલ છે. આ ઘટનામાં વધુ ચોંકાવનારી બાબત એ છે કે, સીઝ કરવામાં આવેલું હિટાચી એક્સકેવેટર ઓપરેટર નદીના પટમાંથી ભગાવી ગયો હોવાનો આક્ષેપ છે. જો કે, બાદમાં આ મશીન જૂના સાદુળકાના પાદરમાં આવેલા ચોરા પાસે વડલાના ઝાડ નીચે બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું. આ સમગ્ર ઘટનાને પગલે ત્રણેય શખ્સ સામે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી અને ખનીજ વિભાગની ટીમ દ્વારા તે સ્થળે માપણી કરી સરવે કરાતાં નદીના પટમાંથી કુલ 17,663.07 મેટ્રિક ટન સાદી રેતીનું ગેરકાયદે ખનન કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે. આથી ખાણ-ખનિજ વિભાગે ગેરકાયદે ખનન બદલ રોયલ્ટી, કમ્પાઉન્ડિંગ ફી અને પર્યાવરણીય નુકસાનીના વળતર સહિત કુલ રૂ.61,77,183ની રકમ ભરપાઈ કરવા જયદીપસિંહ જીવુભા ઝાલા , માનવેન્દ્રસિંહ બલભદ્રસિંહ ઝાલા અને હરદીપસિંહ દિલિપસિંહ જાડેજાને નોટિસ ફટકારી છે. વિભાગે ત્રણેયને 17 નવેમ્બરના રોજ રૂબરૂ હાજર રહી પોતાનો ખુલાસો રજૂ કરવા અથવા નિયત રકમ ભરી મામલો પતાવવા સૂચના આપી છે. જો નિર્ધારિત સમય મર્યાદામાં જવાબ કે ભરપાઈ કરવામાં નહીં આવે તો જપ્ત કરાયેલું હિટાચી એક્સકેવેટર કોર્ટની પ્રક્રિયા મારફતે રાજ્ય સરકાર હસ્તક લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેવી તાકીદ જિલ્લા ભૂસ્તર શાસ્ત્રીએ કરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan