Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

‘તું દુકાન કેમ ચલાવે છે, હું જોઈ લઈશ’:વડોદરામાં ગણપતિના ફાળાની રૂપિયા 21 હજારની ઉઘરાણી મુદ્દે થયેલી બબાલમાં 8 આરોપીની ધરપકડ, રકમ નહીં આપતાં મંડળના સભ્યોએ મારામારી કરી હતી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 15, 2026 👁 1 views
‘તું દુકાન કેમ ચલાવે છે, હું જોઈ લઈશ’:વડોદરામાં ગણપતિના ફાળાની રૂપિયા 21 હજારની ઉઘરાણી મુદ્દે થયેલી બબાલમાં 8 આરોપીની ધરપકડ, રકમ નહીં આપતાં મંડળના સભ્યોએ મારામારી કરી હતી
વડોદરાના ચોખંડી વાડી વિસ્તારમાં ગણેશોત્સવના ફાળાની ઉઘરાણી મુદ્દે વેપારી અને મંડળના સભ્યો વચ્ચે થયેલી બોલાચાલી બાદ મારામારી થતાં ચકચાર મચી હતી. રાજસ્થાન કુલ્ફીની દુકાન ચલાવતા વેપારી પાસેથી 21 હજાર રૂપિયાના ફાળાની માંગણી કરવામાં આવી હતી. ફાળો નહીં આપતાં વેપારી અને તેના પુત્ર સાથે મારામારી કરી હતી. ત્યારબાદ પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે મંડળના સભ્યો તથા વેપારી પક્ષના લોકો મળી 8 આરોપીઓની ધરપકડ કરી છે. ચોખંડી વાડી વિસ્તારમાં રાજસ્થાન કુલ્ફીની દુકાન ચલાવતા 50 વર્ષીય બીજેન્દ્રસિંહ વાઘેલાના જણાવ્યા મુજબ, ચાર-પાંચ દિવસ અગાઉ હિતેષ પટણી નામનો વ્યક્તિ તેમની દુકાને આવ્યો હતો અને ગણપતિના ફાળા પેટે 21 હજાર રૂપિયાની માંગણી કરી હતી. વેપારીએ આટલી રકમ આપી શકાય તેમ નહીં હોવાનું જણાવતાં હિતેષે ‘તું દુકાન કેમ ચલાવે છે, હું જોઈ લઈશ’ કહી ધમકી આપી આપી હતી. 13 સપ્ટેમ્બરે વહેલી સવારે હિતેષ પટણી અને શૈલેષ પટણી ચોખંડીમાં વેપારીની દુકાન આગળ આવેલી ચાઈનીઝની લારી પાસે આવ્યા હતા. બંનેએ ગણપતિનો ફાળો કેમ આપ્યો નથી તેમ કહી બોલાચાલી શરૂ કરી હતી. વેપારીના પુત્ર મહેશે વધુ રકમ કેમ માંગો છો, તેમ પૂછતાં તેને ધક્કો મારી ઝપાઝપી શરૂ કરી હતી. આ દરમિયાન વેપારી વચ્ચે પડતાં બંનેએ ગાળો આપી વેપારી અને તેના પુત્ર સાથે મારામારી કરી હતી. ત્યારબાદ હિતેષના ફોન કરતાં મોન્ટી પટણી અને પંકજ પટણી પણ સ્થળે પહોંચ્યા હતા. પંકજે વેપારીને લાફો માર્યો હતો, જ્યારે મોન્ટીએ વેપારી અને તેના પુત્રને માર માર્યો હતો. બાદમાં જતીન અને અનિલ પટણી પણ ત્યાં આવ્યા હતા. જતીને વેપારીને લાફો માર્યો હતો, જ્યારે અનિલે દુકાનમાં પડેલું સ્ટીલનું ઢાંકણ તેના પુત્રને મારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પુત્ર ખસી જતાં ઈજા ટળી હતી. લોકો એકઠા થતાં તમામ આરોપીઓ ત્યાંથી નીકળી ગયા હતા અને જતાં જતાં માર મારવાની ધમકી આપી હોવાનો પણ વેપારીએ આક્ષેપ કર્યો છે. બનાવ અંગે પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી. દરમિયાન મંડળના સભ્યો તથા વેપારી પક્ષના લોકો મળી 8 આરોપીઓની ધરપકડ કરી છે અને આ મામલે વધુ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan