crime
ઉનામાં ખેતરમાં ત્રણ સિંહના ધામા
ઉનાના પાણખાણ ગામે ખેતરમાં ત્રણ સિંહના ધામાંથી ગામ લોકોમાં ડરનો માહોલ છવાયો છે. આમ તો ગીર સોમનાથ જિલ્લાના રહેણાક વિસ્તારમાં સિંહ આવી ચડવાની ઘટના નવી નથી. ત્યારે વધુ એક વખત તાજેતરમાં સાંજના સમયે ગામના નવા પ્લોટના વાડી વિસ્તારમાં સાગમટે 3 સાવજ જોવા મળ્યા. કપાસના ખેતરમાં ત્રણ સિંહ આવી ચડતા ખેડૂત પરિવાર સહિત આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો. સિંહના લટારના આ દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.
Read full article on News18 Gujarati