business
UPI ટ્રાન્ઝેક્શનને લઈ શું છે અપડેટ?
UPI પેમેન્ટને લઈને નાણા મંત્રાલયે સ્થિતિ સ્પષ્ટ કરી છે. સરકારે નોટિફિકેશન જાહેર કરીને જણાવ્યું છે કે 2 હજાર રૂપિયા સુધીના UPI મર્ચન્ટ પેમેન્ટ પર બેંક અથવા પેમેન્ટ સિસ્ટમ પ્રોવાઈડર કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ ચાર્જ વસૂલી શકશે નહીં. જોકે, 2 હજાર રૂપિયાથી વધુના મર્ચન્ટ પેમેન્ટ પર લાગનારા ચાર્જના દર હજુ નક્કી કરવામાં આવ્યા નથી. બીજી તરફ, સામાન્ય ગ્રાહક દ્વારા પરિવાર કે મિત્રને કરવામાં આવતા P2P UPI પેમેન્ટ પર કોઈ ચાર્જ લાગશે નહીં અને તેના પર 2 હજાર રૂપિયાની મર્યાદા પણ નથી. ઉલ્લેખનીય છે કે 2019થી UPI પર ઝીરો MDRની જોગવાઈ હતી, જ્યારે હવે પ્રથમ વખત મર્ચન્ટ પેમેન્ટ માટે 2 હજાર રૂપિયાની મર્યાદા નક્કી કરવામાં આવી છે.
Read full article on News18 Gujarati