Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

વાપી ડુંગરા PHC સરકારી હોસ્પિટલની ચોરીનો ભેદ ઉકેલાયો:પોલીસે 1.53 લાખના મુદ્દામાલ સાથે 3 આરોપી ઝડપી પાડ્યાં

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 20, 2026 👁 2 views
વાપી ડુંગરા PHC સરકારી હોસ્પિટલની ચોરીનો ભેદ ઉકેલાયો:પોલીસે 1.53 લાખના મુદ્દામાલ સાથે 3 આરોપી ઝડપી પાડ્યાં
વાપીના ડુંગરા વિસ્તારમાં આવેલી PHC સરકારી હોસ્પિટલમાં થયેલી ચોરીનો ભેદ ડુંગરા પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી માઇક્રોસ્કોપ, કમ્પ્યુટર, ઓક્સિજન કોન્સન્ટ્રેટર, મોબાઇલ ફોન સહિત કુલ ₹1.53 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ત્રણ આરોપીઓની ધરપકડ પોલીસે ખાનગી બાતમીને આધારે ડુંગરાના રહેવાસી 26 વર્ષીય અરબાજ ઉર્ફે પરચા જાકીર ખલીફા 20 વર્ષીય કરીમ સલીમ મનિહાર, મૂળ બસ્તી, ઉત્તર પ્રદેશ અને 23 વર્ષીય સલમાન સૈદુલ્લા ચૌધરી, મૂળ સંતકબીરનગર, ઉત્તર પ્રદેશની ધરપકડ કરી છે. ડુંગરા પોલીસે ત્રણેય આરોપીઓ સામે BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી કબજે કરાયેલા મુદ્દામાલ અંગે પણ વધુ તપાસ કરવામાં આવી રહી છે. માઇક્રોસ્કોપથી લઈને મોબાઇલ સુધીનો મુદ્દામાલ કબજે પોલીસે આરોપીઓ પાસેથી કુલ ₹1,53,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં ₹12 હજારનું માઇક્રોસ્કોપ મશીન, ₹10 હજારનું ઓક્સિજન કોન્સન્ટ્રેટર, ₹18 હજારનો કમ્પ્યુટર સેટ, ₹5,500નું પ્રિન્ટર અને રાઉટર, ₹3 હજારનું એલજી ટીવી અને સ્ટેબીલાઇઝર, ₹50 હજારનું TVS મોપેડ નંબર GJ-15-DL-0018 તથા ₹55 હજારના ત્રણ મોબાઇલ ફોનનો સમાવેશ થાય છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan