Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

Vadodaraમાં 50 લાખની ખંડણી માંગવાના ચકચારી કેસમાં આરોપી શ્રેય પટેલની ધરપકડ!

📰 Sandesh 🕐 1 min read 📅 October 30, 2026 👁 1 views
Vadodaraમાં 50 લાખની ખંડણી માંગવાના ચકચારી કેસમાં આરોપી શ્રેય પટેલની ધરપકડ!
વડોદરા શહેરમાંથી વેપારીઓને ટાર્ગેટ કરીને ખંડણી વસૂલતી એક ગંભીર ઘટના સામે આવી છે. શહેરના ગોત્રી પોલીસ સ્ટેશનમાં વેપારી વિશેષ ઠક્કરે નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપી શ્રેય પટેલ દ્વારા ગણપતિ મહોત્સવના ફાળાના નામે બોલાચાલી અને વિવાદ ઊભો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વેપારીનો વીડિયો વાયરલ કરી સમાજમાં બદનામ કરવાની ધમકી આપીને તોતિંગ રૂપિયા 50 લાખની ખંડણી માંગવામાં આવી હતી. ધમકી અને ડરના માહોલના કારણે વેપારીએ શરૂઆતમાં ટોકન પેટે રૂપિયા 25 હજાર પણ આપી દીધા હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. ગોત્રી પોલીસે આરોપી શ્રેય પટેલની કરી ધરપકડ વેપારી દ્વારા આપવામાં આવેલી ફરિયાદના આધારે ગોત્રી પોલીસે ગંભીર નોંધ લઈને આરોપી વિરુદ્ધ મારામારી, ધમકી આપવા અને ખંડણી વસૂલવા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને મુખ્ય આરોપી શ્રેય પટેલની ધરપકડ કરી લીધી છે. ધરપકડ બાદ પોલીસે આરોપીના પાસેથી મોબાઈલ ફોન અને લેપટોપ સહિતના મહત્વના ઇલેક્ટ્રોનિક પુરાવાઓ જપ્ત કર્યા છે જેથી આ ગુનાની ઊંડાણપૂર્વક કડીઓ મેળવી શકાય. અન્ય સંડોવાયેલા શખ્સોની શોધખોળ તેજ આ પ્રકારે વેપારીઓ પાસેથી ડરાવી-ધમકાવીને નાણાં પડાવવાના આ મસમોટા રેકેટમાં શ્રેય પટેલ ઉપરાંત અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે અને આ કૌભાંડ પાછળ કોઈ મોટી ગેંગ કામ કરી રહી છે કે કેમ, તે તમામ દિશામાં પોલીસે તપાસના ચક્રો અત્યંત ઝડપથી ગતિમાન કર્યા છે. વડોદરા પોલીસની આ કડક કાર્યવાહીથી ગુનાખોરી આચરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan