crime
Vadodara: ડભોઇના ભીલાપુરમાં ફેસબુક કોમેન્ટ મુદ્દે ભાજપના બે જૂથ વચ્ચે લોહીયાળ મારામારી
વડોદરાના ડભોઇ તાલુકાના ભીલાપુર ગામે સત્તાધારી પક્ષ ભાજપના બે જૂથો વચ્ચેની આંતરિક અદાવત હવે જાહેર રસ્તા પર આવી ગઈ છે. ફેસબુક પર કરવામાં આવેલી એક કોમેન્ટ અને જૂના રાજકીય મનદુઃખને લઈને બંને જૂથના કાર્યકરો અને હોદ્દેદારો સામસામે આવી જતાં તીવ્ર બોલાચાલી બાદ લોહીયાળ અથાડામણ સર્જાઈ હતી. ભીલાપુર ગામે ભાજપના બે જૂથ વચ્ચે મારામારી પાર્ટીની શિસ્તના જાહેર રસ્તા પર ધજાગરા ઉડાવતી આ ઘટનામાં ડભોઇ ભાજપ તાલુકા યુવા મોરચાના મંત્રી રઘુવીર પર સામેના જૂથ દ્વારા જાનલેવા હુમલો કરીને ઢોર માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે. આ ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં હુમલાના દ્રશ્યો કેદ થયા છે. આક્ષેપ મુજબ, ગામના સસ્તા અનાજની દુકાનના સંચાલક કિરણ પટેલ અને તેના સમર્થકો દ્વારા યુવા મોરચાના મંત્રી અને તેમના સાથીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરુ લોહીયાળ મારામારીમાં બંને પક્ષે ઈજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક અસરથી ડભોઇ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં જ ડભોઇ પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. પોલીસે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોના આધારે તેમજ ભોગ બનનારાઓના નિવેદન નોંધીને ગુનો નોંધવાની અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ પણ વાંચો: Rajkot: Ph.D. કરતી યુવતીને હવસનો શિકાર બનાવી, લગ્નની લાલચ આપી ગર્ભપાત કરાવ્યા બાદ આરોપી ફરી ગયો
Read full article on Sandesh