Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

Vadodara: 'તારામાં ડાકણ બેઠી છે' કહી આચરતો હતો શોષણ, વિધિના નામે યુવતી સાથે શારીરિક અડપલાં કરી નાણાં પડાવનાર તાંત્રિક ઝડપાયો

📰 Sandesh 🕐 1 min read 📅 August 19, 2026 👁 3 views
Vadodara: 'તારામાં ડાકણ બેઠી છે' કહી આચરતો હતો શોષણ, વિધિના નામે યુવતી સાથે શારીરિક અડપલાં કરી નાણાં પડાવનાર તાંત્રિક ઝડપાયો
વડોદરા શહેરના છાણી રોડ વિસ્તારમાં તાંત્રિક વિધિના નામે એક યુવતીનું શારીરિક અને આર્થિક શોષણ કરવાનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. મળતી સત્તાવાર માહિતી મુજબ, તુલસીવાડી વિસ્તારમાં રહેતી એક યુવતી અવારનવાર બીમાર રહેતી હોવાથી તેનો પરિવાર ઇલાજ માટે છાણી રોડ પર રહેતા તાંત્રિક ગિરીશ ઉર્ફે બાપુ પરમાર પાસે ગયો હતો. વડોદરામાં ઢોંગી તાંત્રિકનો પર્દાફાશ તાંત્રિક ગિરીશ પરમારે યુવતીના પરિવારને ડરાવીને "તારામાં ડાકણ બેઠી છે" તેવું કહી વિધિ કરવાના નામે યુવતી સાથે શારીરિક અડપલાં કર્યા હતા. આ ઉપરાંત ધાગા-દોરા અને વિધિના નામે પરિવાર પાસેથી મોટી રકમ પણ પડાવી લીધી હતી. આ શારીરિક અને માનસિક શોષણથી કંટાળીને આશરે 6 મહિના અગાઉ પીડિત યુવતીએ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે કુંભારવાડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી, જેના ભાગરૂપે મૃતક યુવતીનો મોબાઈલ ફોન વધુ તપાસ અર્થે FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) માં મોકલવામાં આવ્યો હતો. વિધિના નામે યુવતી સાથે શારીરિક અડપલાં FSL દ્વારા યુવતીના ફોનમાંથી ડિલીટ થયેલો ડેટા અને વોટ્સએપ ચેટ રિકવર કરવામાં આવતાં તાંત્રિક ગિરીશ પરમાર દ્વારા કરવામાં આવતી બ્લેકમેઇલિંગ અને શોષણનો પર્દાફાશ થયો હતો. વોટ્સએપ ચેટ અને ભૌતિક પુરાવાઓના આધારે કુંભારવાડા પોલીસે ત્વરિત કાયદેસરની કાર્યવાહી કરી આરોપી તાંત્રિક ગિરીશ ઉર્ફે બાપુ પરમારની અટકાયત કરી લીધી છે. આરોપી તાંત્રિકે અન્ય કોઈ મહિલા કે પરિવાર સાથે આવી છેતરપિંડી કરી છે કે કેમ તે દિશામાં પણ પોલીસે ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરી છે. આ પણ વાંચો: Lakhtar: વઢવાણ હાઇવે પર અકસ્માતમાં દંપતી સહિત પુત્રનું મોત, અધિકારી પરિવારનો માળો વિખેરાયો
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan