top
Vadodara News: શિનોરની શિવશક્તિ ડેરીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ધામા
વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં સંદેશ ન્યૂઝના નિડર અને સચોટ અહેવાલની ગંભીર અને સીધી અસર જોવા મળી છે. સંદેશ ન્યૂઝના સંવાદદાતાએ હાથ ધરેલા સ્ટિંગ ઓપરેશનમાં શિનોર ખાતે આવેલી શિવશક્તિ ડેરીમાં ગેરકાયદે એનાલોગ પનીર રૂ. 500 પ્રતિ કિલોના ભાવે ખુલ્લેઆમ વેચાતું હોવાનો પર્દાફાશ થયો હતો. આ અહેવાલ પ્રસારિત થતાંની સાથે જ માત્ર 24 કલાકના ટૂંકા ગાળામાં વડોદરા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ હરકતમાં આવ્યું હતું અને ડેરી પર સરપ્રાઈઝ દરોડો પાડ્યો હતો. ડીપ ફ્રિઝરમાંથી એનાલોગ પનીર અને મિઠાઈનો જથ્થો પકડાયો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે શિનોર સ્થિત શિવશક્તિ ડેરી પર ધામા નાખીને સઘન તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ડેરીના ડીપ ફ્રિઝરમાંથી 2 કિલો 500 ગ્રામ જેટલું શંકાસ્પદ એનાલોગ પનીર મળી આવ્યું હતું, જેને પોલીસે સીઝ કર્યું છે. આ ઉપરાંત ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં થવાની આશંકાને પગલે ડેરીમાંથી વેચાતા મથુરા પેડા અને એલચી મઠાના પણ શંકાસ્પદ સેમ્પલ લેવામાં આવ્યા છે. ઉચ્ચ અધિકારીઓ સહિતની ટીમ તપાસમાં જોડાઈ આ દરોડા અને ચેકિંગ કામગીરીમાં વડોદરા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ ઓફિસર રમાકાંત સહિત કુલ 3 જેટલા જવાબદાર કર્મચારીઓ અને અધિકારીઓ સીધા જોડાયા હતા. અધિકારીઓએ ડેરીમાંથી મળી આવેલા તમામ ખાદ્યપદાર્થોના સેમ્પલ લઈને તેને આગળની લેબોરેટરી ટેસ્ટિંગ પ્રક્રિયા માટે મોકલી આપ્યા છે. કડક કાર્યવાહી અને લેબ રિપોર્ટ પર સૌની નજર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી બનાવટી ખાદ્યસામગ્રી પકડાતાં સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે એ જોવું મહત્વનું રહેશે કે, શંકાસ્પદ એનાલોગ પનીરનું ગેરકાયદે વેચાણ કરતી શિવશક્તિ ડેરી સામે તંત્ર દ્વારા કયા પ્રકારના કડક કાનૂની પગલાં ભરવામાં આવે છે. તેમજ લેબોરેટરીમાંથી મથુરા પેડા અને એલચી મઠાના સેમ્પલના રિઝલ્ટ આવ્યા બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કેવા આકરા આદેશો આપે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે. આ પણ વાંચો - Vadodara News: શિનોરમાં ‘એનાલોગ પનીર’નો કાળો ખેલ, સંદેશ ન્યૂઝના સ્ટિંગ ઓપરેશનમાં થયો પર્દાફાશ
Read full article on Sandesh