Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

Vadodara News: અંધશ્રદ્ધા અને પુત્રઘેલછામાં પરણિતા પર ત્રાસ, 5 વખત ગર્ભપાત કરાવ્યાનો આરોપ!

📰 Sandesh 🕐 1 min read 📅 October 31, 2026 👁 2 views
Vadodara News: અંધશ્રદ્ધા અને પુત્રઘેલછામાં પરણિતા પર ત્રાસ, 5 વખત ગર્ભપાત કરાવ્યાનો આરોપ!
વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાંથી એક અત્યંત શરમજનક અને હચમચાવી નાખનારી ઘટના સામે આવી છે. દીકરાની ઘેલછામાં એક પરણિતાને શારીરિક અને માનસિક ત્રાસ આપવાના મામલાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી દીધી છે. પીડિત પરણિતા કરુણાબેને પોતાના પતિ વિજય અને અન્ય સાસરિયાઓ સામે પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે, જેના પગલે પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વર્ષ 2008 પ્રેમલગ્ન કર્યા બાદ બે દીકરીઓનો જન્મ પ્રાપ્ત માહિતી અનુસાર, કરુણાબેને વર્ષ 2008 માં વિજય સાથે પ્રેમલગ્ન કર્યા હતા. શરૂઆતના દિવસો સામાન્ય રીતે વિત્યા હતા, પરંતુ લગ્નજીવનના 18 વર્ષના લાંબા સમયગાળા દરમિયાન તેમને બે દીકરીઓનો જન્મ થયો હતો. પરિવારમાં બે દીકરીઓ હોવા છતાં સાસરિયાઓ અને પતિને વંશ આગળ વધારવા માટે પુત્ર જોઈએ તેવી જીદ હતી, જેને લઈને પરિસ્થિતિ વણસતી ગઈ. પુત્ર ન થતાં પાંચ વખત દવા આપીને ગર્ભપાત કરાવ્યાનો આરોપ ફરિયાદમાં સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે, પુત્રપ્રાપ્તિ ન થવાના કારણે સાસરિયાઓ દ્વારા કરુણાબેન પર અત્યાચાર ગુજારવામાં આવતા હતા. પીડિતાના જણાવ્યા મુજબ, લગ્નજીવન દરમિયાન તેમની ઇચ્છા વિરુદ્ધ અનેકવાર ગર્ભ ધારણ કર્યા બાદ ગોળીઓ આપીને અકુદરતી રીતે કુલ 5 વખત ગર્ભપાત કરાવવામાં આવ્યા હતા. આ અમાનવીય કૃત્યથી પરણિતાનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ગંભીર રીતે જોખમાયું હતું. મકરપુરા પોલીસે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા પરણિતાએ પોતાના પતિ વિજય અને સાસરિયાઓ દ્વારા આપવામાં આવતા અસહ્ય ત્રાસથી કંટાળીને અંતે પોલીસના દરવાજા ખટખટાવ્યા હતા. વડોદરાની મકરપુરા પોલીસે આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે પતિ અને સાસરિયાઓ સામે ગુનો નોંધી દીધો છે. પોલીસે પીડિતાનું નિવેદન નોંધીને આ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની પૂછપરછ અને કડક તપાસ શરૂ કરી છે.
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan