Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

Vadodara: VMC ની સામાન્ય સભામાં ધમાસાણ; કોંગ્રેસે મેયર સામે દિવા પ્રગટાવ્યા, મામલો મારામારી સુધી પહોંચ્યો

📰 Sandesh 🕐 1 min read 📅 September 19, 2026 👁 1 views
Vadodara: VMC ની સામાન્ય સભામાં ધમાસાણ; કોંગ્રેસે મેયર સામે દિવા પ્રગટાવ્યા, મામલો મારામારી સુધી પહોંચ્યો
વડોદરા મહાનગરપાલિકા (VMC) ની સામાન્ય સભા આજે સત્તા પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચેના તીખા ઘર્ષણ અને ભારે હોબાળાને કારણે તોફાની બની રહી હતી. શહેરમાં બિસ્માર રોડ-રસ્તા, રખડતાં ઢોર અને દૂષિત પાણીની સમસ્યા મુદ્દે વિપક્ષ કોંગ્રેસે સભામાં આક્રમક વલણ અપનાવ્યું હતું. કોંગ્રેસી નગરસેવક તીર્થ બ્રહ્મભટ્ટ નાગરિકોની સમસ્યાઓ અને 'ચોખ્ખું પાણી આપો' જેવા લખાણ લખેલી ટી-શર્ટ પહેરીને સભા ગૃહમાં પહોંચતાં જ વાતાવરણ ગરમાયું હતું. વડોદરા પાલિકાની સામાન્ય સભામાં મોટું ધમાસાણ એટલું જ નહીં, કોંગ્રેસના કૌંસીલરોએ સભા દરમિયાન મેયરના ટેબલ આગળ જઈને દીવા પ્રગટાવ્યા હતા. આ અનોખા વિરોધ અંગે કોંગ્રેસે જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં રોડ, રસ્તા અને ચોખ્ખું પાણી શાસકોને દેખાતા નથી, તેથી સત્તા પક્ષને આ અંધકારમાંથી બહાર લાવીને પ્રજાની તકલીફો બતાવવા માટે પ્રકાશ પાડવાનો આ પ્રયાસ કરવામાં આવ્યો છે. મેયરના ટેબલ આગળ કોંગ્રેસે દિવા પ્રગટાવી કર્યો અનોખો વિરોધ મેયરના ટેબલ સામે દિવા પ્રગટાવવાની અને સૂત્રોચ્ચાર કરવાની આ ઘટનાથી ભાજપના કોર્પોરેટરો રોષે ભરાયા હતા. ભાજપે આક્ષેપ કર્યો હતો કે વિપક્ષ દ્વારા મેયરના હોદ્દાનું ભારે અપમાન કરવામાં આવ્યું છે. આ મુદ્દે સભા ગૃહમાં બંને પક્ષના કાર્યકરો અને નગરસેવકો આમને-સામને આવી ગયા હતા અને એકબીજાને સભામાંથી બહાર જતા રહેવા માટે આકરા પાણીએ વિરોધ કર્યો હતો. ભાજપ અને કોંગ્રેસના નગરસેવકો વચ્ચે ભારે ટપાટપી તણાવ વધતાં ભાજપના નગરસેવકો પોતપોતાના ટેબલ છોડીને બહાર ધસી આવ્યા હતા, સામે પક્ષે કોંગી નગરસેવકો પણ આક્રમક રીતે બહાર આવી જતાં સભા ગૃહ બહાર મામલો મારામારી અને હાથાપાઈ સુધી પહોંચી ગયો હતો. જોકે, કોઈ મોટી અપ્રિય ઘટના ઘટે તે પહેલાં જ પાલિકાના સાર્જન્ટ અને સુરક્ષા માટે તૈનાત પોલીસ જવાનોએ તાત્કાલિક વચ્ચે પડીને બંને પક્ષના કોર્પોરેટરોને છૂટા પાડ્યા હતા અને પરિસ્થિતિ વધુ વણસતાં અટકાવી હતી. આ પણ વાંચો: Anand: યુરોપ, યુકે અને દુબઈ મોકલવાની લાલચ આપી 28 નિર્દોષ લોકો સાથે આચરી 1 કરોડથી વધુની છેતરપિંડી
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan