top
Vadodaraમાં સુરતની ઘટના બાદ મનપા એક્શન મોડમાં, 17 કોલેજોની કેન્ટીનમાં VMCનું સરપ્રાઈઝ ચેકિંગ
સુરતમાં બનેલી ગંભીર ઘટના બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)નું આરોગ્ય વિભાગ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે. વડોદરા શહેરની 17 જેટલી સરકારી, અર્ધ-સરકારી અને પ્રાઈવેટ કોલેજોની કેન્ટીનોમાં ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન 8 જેટલી કેન્ટીનોમાં અત્યંત ગંદકી અને અનહાઈજેનિક કન્ડિશન જોવા મળતાં તંત્ર દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી છે. 8 કેન્ટીનને નોટિસ અને 25 કિલો અખાદ્ય ખોરાકનો નાશ તપાસ દરમિયાન આરોગ્ય વિભાગે અનહાઈજેનિક પરિસ્થિતિ ધરાવતી 8 કેન્ટીનોને 'શિડ્યુલ 4' મુજબની કડક નોટિસ ફટકારી છે. આ ઉપરાંત કેન્ટીનોમાંથી મળી આવેલો આશરે 25 કિલો જેટલો વાસી અને અખાદ્ય ચીજવસ્તુઓનો જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. VMC ની આ કડક કાર્યવાહીમાં પ્રખ્યાત એમ.એસ. યુનિવર્સિટી (MSU)ની 4 કેન્ટીન, સમરસ ગર્લ્સ હોસ્ટેલ, ઓ.પી. રોડ સ્થિત નર્સિંગ કોલેજ તેમજ GMERS ની બે કેન્ટીનોને પણ શિડ્યુલ 4ની નોટિસ આપવામાં આવી છે. રવિશંકર છાત્રાલય અને ગર્લ્સ સ્કૂલની કેન્ટીન બંધ ચેકિંગ દરમિયાન ફૂડ લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે ચાલતી કેન્ટીનો સામે તંત્રએ લાલ આંખ કરી હતી. તરસાલી સ્થિત રવિશંકર મહારાજ ઉમા છાત્રાલયની કેન્ટીન પાસે યોગ્ય લાયસન્સ ન હોવાથી તેને તાત્કાલિક અસરથી બંધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત દરજીપુરા વિસ્તારની બે આદર્શ કન્યા શાળાની કેન્ટીન અને GMERS ની ઈન્ટર્ન કોલેજની કેન્ટીન પણ લાયસન્સના અભાવે બંધ કરાવી દેવામાં આવી છે. તંત્રની આ આકરી કાર્યવાહીથી શહેરની શૈક્ષણિક સંસ્થાઓ અને કેન્ટીન સંચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read full article on Sandesh