Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

Vav-Tharad: લાખણીમાં LCBના દરોડા, બોગસ સર્ટિફિકેટ કૌભાંડનો પર્દાફાશ,3સામે ગુનો

📰 Sandesh 🕐 1 min read 📅 November 2, 2026 👁 1 views
Vav-Tharad: લાખણીમાં LCBના દરોડા, બોગસ સર્ટિફિકેટ કૌભાંડનો પર્દાફાશ,3સામે ગુનો
વાવ-થરાદ જિલ્લામાં બોગસ સર્ટિફિકેટ કૌભાંડનો પર્દાફાશ થયો છે. લાખણી તાલુકા મથકમાં વાવ-થરાદ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) પોલીસે દરોડા પાડીને ડુપ્લિકેટ આર.સી. બુક બનાવવાના અને બોગસ સર્ટિફિકેટના વેચાણના કૌભાંડને ઝડપી પાડ્યું છે. જય દ્વારકાધીશ ઓનલાઇન અને નેશનલ કોમ્પ્યુટર ક્લાસીસમાં તપાસ લાખણીમાં આવેલી જય દ્વારકાધીશ ઓનલાઇન અને નેશનલ કોમ્પ્યુટર ક્લાસીસમાં તપાસ દરમિયાન બિહાર બોર્ડની બોગસ માર્કશીટો તેમજ કંડક્ટર ભરતી માટેના નકલી ફર્સ્ટ એઇડ સર્ટિફિકેટનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે. આ મામલે 3 શખ્સો સામે આગથળા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. લાખણીમાં LCBના દરોડા વાવ-થરાદ જિલ્લા એલસીબી પોલીસને લાખણી તાલુકા મથકમાં બોગસ સર્ટિફિકેટના કૌભાંડ અંગે માહિતી મળતાં તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે જય દ્વારકાધીશ ઓનલાઇન અને નેશનલ કોમ્પ્યુટર ક્લાસીસમાં દરોડા પાડ્યા હતા. ઓનલાઇન વેબસાઇટથી ડુપ્લિકેટ આર.સી. બુક બનાવવાનું કૌભાંડ તપાસ દરમિયાન ઓનલાઇન વેબસાઇટ મારફતે અસલી જેવી દેખાતી ડુપ્લિકેટ આર.સી. બુક બનાવવાનું કૌભાંડ ઝડપાયું હતું. વાહનના દસ્તાવેજો જેવા દેખાતા નકલી દસ્તાવેજો તૈયાર કરવામાં આવતા હોવાની વિગતો સામે આવી છે. બિહાર બોર્ડની બોગસ માર્કશીટો મળી પોલીસ તપાસમાં બિહાર બોર્ડની ખોટી માર્કશીટો પણ મળી આવી હતી. આ ઉપરાંત કંડક્ટર ભરતી માટે જરૂરી ફર્સ્ટ એઇડ સર્ટિફિકેટના બોગસ પ્રમાણપત્રોનું વેચાણ થતું હોવાનું પણ સામે આવ્યું છે. 3 શખ્સો સામે ગુનો નોંધાયો આ સમગ્ર કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર તરીકે શામળાભાઈ રબારી, મુકેશભાઈ માજીરાણા અને કિશોર ચૌધરીનાં નામ સામે આવ્યાં છે. ત્રણેય શખ્સો વિરુદ્ધ આગથળા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan