Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

વડોદરામાં એન્ટિક ખુરશીની ચોરી:સિક્યુરિટી ગાર્ડે જર્મન સિલ્વરથી સજ્જ 1 લાખ રૂપિયાની કિંમતની એન્ટીક ખુરશી ચોરી કરીને ભંગારમાં વેચી દીધી, હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 23, 2026 👁 2 views
વડોદરામાં એન્ટિક ખુરશીની ચોરી:સિક્યુરિટી ગાર્ડે જર્મન સિલ્વરથી સજ્જ 1 લાખ રૂપિયાની કિંમતની એન્ટીક ખુરશી ચોરી કરીને ભંગારમાં વેચી દીધી, હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલા અભય આર્કોન ફ્લેટના કોમન એરિયામાંથી 1 લાખ રૂપિયાની કિંમતની ખુરશી ચોરી કરી થઈ હોવાની ઘટના સામે આવી છે. આ મામલે હરણી પોલીસે સિક્યુરિટી ગાર્ડ સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. વડોદરા શહેરના કારેલીબાગના શીલ રેસીડન્સીમાં રહેતા અરવિંદભાઈ મોરારભાઈ પંડ્યાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમણે વર્ષ 2019માં આશરે 1 લાખ રૂપિયામાં જર્મન સિલ્વરથી સજ્જ એન્ટિક ખુરશી ખરીદી હતી. આ ખુરશી સમા વિસ્તારમાં આવેલા અભય આર્કોન ફ્લેટના કોમન એરિયામાં મૂકવામાં આવી હતી. 14 એપ્રિલ 2026ના રોજ સવારે આશરે 10 વાગ્યાના અરસામાં ફ્લેટમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા મનોજ ખાતુભાઈ વણકર ખુરશી લઈ ગયો હતો અને આ ખુરશી ભંગારમાં વેચી દેવામાં આવી હોવાની હકીકત સામે આવી હતી. જેને પગલે આ મામલો હરણી પોલીસ સ્ટેશનમાં સુધી પહોંચ્યો હતો. આ મામલે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા મનોજ ખાતુભાઈ વણકર સામે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદના આધારે હરણી પોલીસે ચોરી કરાયેલી ખુરશી ક્યાં વેચવામાં આવી અને આ મામલે અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan