Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

વડોદરામાં હચમચાવતી ઘટના: સોની પરિવારના 3 સભ્યોએ એકસાથે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

📰 Abp News 🕐 1 min read 📅 October 28, 2026 👁 2 views
વડોદરામાં હચમચાવતી ઘટના: સોની પરિવારના 3 સભ્યોએ એકસાથે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
Vadodara mass suicide case: વડોદરા શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારા અને હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. શહેરના માંડવી વિસ્તારમાં આવેલા દલા પટેલની પોળ (નરસિંહજીની પોળ) માં રહેતા એક જ સોની પરિવારના 3 સભ્યોએ એકસાથે ગળાફાંસો ખાઈને સામુહિક આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અને વડોદરા શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી છે. તહેવારોની મોસમ વચ્ચે બનેલી આ કરુણ ઘટનાથી દલા પટેલની પોળમાં ભારે શોક અને ગમગીનીની લાગણી ફેલાઈ ગઈ છે. મળતી પ્રાથમિક માહિતી અનુસાર, આ પરિવારમાં 50 વર્ષીય માતા આરતીબેન સોની, તેમનો મોટો દીકરો નીલકંઠ સોની અને નાની દીકરી જેની સોની રહેતા હતા. આ ત્રણેય જણાએ પોતાના જ ઘરમાં પંખા સાથે લટકીને અગમ્ય કારણોસર પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. કામવાળા બહેને દરવાજો ખખડાવ્યો ત્યારે ભાંડો ફૂટ્યો આ હચમચાવી દેનારી ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે તેમના ઘરે રોજિંદું કામ કરવા આવતા કામવાળા બહેન ત્યાં પહોંચ્યા. કામવાળા બહેને ઘરનો દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ અંદરથી કોઈ જ પ્રત્યુત્તર મળ્યો ન હતો. ઘરમાં એસી (AC) ચાલુ હોવાનો અવાજ સ્પષ્ટ આવતો હતો, પરંતુ લાંબા સમય સુધી દરવાજો ન ખૂલતાં આસપાસના લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા. કંઈક અજુગતું બન્યાની શંકાના આધારે દરવાજો ખોલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જ્યારે સ્થાનિક લોકોની મદદથી ઘરનો દરવાજો ખોલવામાં આવ્યો, ત્યારે અંદરનું દૃશ્ય જોઈને સૌના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. ઘરમાં માતા, પુત્ર અને પુત્રી ત્રણેયના મૃતદેહ પંખે લટકતી હાલતમાં જોવા મળ્યા હતા. આ ભયાનક દૃશ્ય જોયા બાદ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પિતાના નિધન બાદ પરિવાર પર તૂટી પડ્યો હતો પહાડ આ સામુહિક આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ સ્થાનિક લોકો અને પાડોશીઓ પાસેથી મળતી માહિતી મુજબ, આ પરિવારના મોભી એટલે કે આરતીબેનના પતિનું આશરે 1 વર્ષ અગાઉ હાર્ટ એટેકના કારણે દુઃખદ અવસાન થયું હતું. ઘરના મોભીની છત્રછાયા ગુમાવ્યા બાદ આખો પરિવાર આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યો હોય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. જોકે, માતાએ પોતાના યુવાન દીકરા અને દીકરી સાથે આટલું મોટું અને અંતિમ પગલું કેમ ભર્યું, તે હજુ પોલીસ તપાસનો મુખ્ય વિષય છે. પોલીસ અને એફ.એસ.એલ. (FSL) ની ટીમ દ્વારા સઘન તપાસ આ બનાવની જાણ થતાં જ વડોદરાના ડીસીપી (DCP) સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ડીસીપીએ પોતાના પ્રાથમિક નિવેદનમાં પુષ્ટિ કરી છે કે એક જ પરિવારના 3 વ્યક્તિઓએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો છે અને હાલ તપાસ ચાલુ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સાયન્ટિફિક તપાસ માટે એફ.એસ.એલ. (FSL) ની ટીમને પણ તાત્કાલિક બોલાવવામાં આવી હતી. એફએસએલની કામગીરી અને જરૂરી પંચનામું પૂર્ણ કર્યા બાદ ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ (PM) માટે વડોદરાની એસ.એસ.જી. (SSG) હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવશે.
Read full article on Abp News

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan