top
વેરાવળમાં કેન્દ્રીય રાજ્ય ફિશરીઝ મંત્રીએ બેઠક યોજી:માચ્છીમાર સમાજને પણ કૃષિનો દરજજો આપવો જોઈએ
કેન્દ્રીય ફિશરીઝ રાજયમંત્રી એસ.પી.સિંઘ બધેલ સોમનાથની મુલાકાતે આવતા સર્કિટ હાઉસ ખાતે સ્થાનિક જુદી જુદી માચ્છીમારોની સંસ્થાનાં આગેવાનોને રૂબરૂ મળ્યા હતાં અને વેરાવળની વિવિધ માચ્છીમારોની સંસ્થાઓનાં આગેવાનો ઘ્વારા મંત્રીનું સ્વાગત તેમજ અભિવાદન કરાયું હતું. સાથો સાથ તેમની સાથે માચ્છીમારોનાં પ્રશ્નોને લઈ એક બેઠક મળી હતી. સ્થાનિક માછીમાર અગ્રણી તુલસીભાઈ ગોહેલના જણાવ્યા અનુસાર બેઠકમાં માછીમારોએ જમીન ખેડૂતોને જેમ કૃષિનો દરજજો આપવામાં આવેલ છે તેવી જ રીતે પરંપરાગત માચ્છીમાર સમાજને પણ કૃષિનો દરજજો આપવો.હાલમાં ડીઝલનાં ભાવો માટે કન્ઝયુમર અને રીટેઈલર એમ બે કેટેગીરીની વ્યવસ્થા ભાવવધારાનો ભોગ છે તેમાં માચ્છીમારોને અવારનવાર માચ્છીમારોએ બનવું પડે છે અને આર્થિક રીતે માછીમારોની કમ્મર તુટી જાય છે. આ બાબતે કેન્દ્ર સરકારમાં તેમજ પેટ્રોલીયમ મંત્રીને માછીમારો માટે એક સેપરેટ કેટેગરી ઉભી કરીવા અંગે રજૂઆતો કરવામાં આવેલ છે.જેથી માચ્છીમારો માટે કન્ઝયુમર અને રીટેઈલર સિવાયની એક અલગ (સેપરેટ) કેટેગરી ઉભી કરવી.લાઈન ફીશીંગ, LED લાઈટ ફીશીંગ, ઘેરા ફીશીંગ જેવી ગેરકાયદેસર પધ્ધતિથી કરવામાં આવતી ફીશીંગ ઉપર પ્રતિબંધ છે સહિતના મુદા રજૂ થયા હતા. આ મુલાકાત દરમ્યાન ખારવા સંયુકત માચ્છીમાર બોટ એશોસીએશનનાં પ્રમુખ તુલસીભાઈ ગોહેલ, લોધી સમાજના પટેલ બાબુભાઈ ગોહેલ, વેરાવળ સમસ્ત ખારવા સમાજ (સાગરપુત્ર ફાઉન્ડેશન)નાં ઉપપટેલ પદમભાઈ માલમડી, બોટ એશો.નાં ઉપપ્રમુખ દિનેશભાઈ વધાવી, લોધી સમાજનાં ઉપપટેલ કાનજીભાઈ ભારાવાલા, નિતીનભાઈ ગોહેલ, વિજયભાઈ મોતીવરસ સહિતનાં વેરાવળની વિવિધ માછીમારી સંસ્થાનાં પ્રમુખ તથા આગેવાનો હાજર રહયા હતા.
Read full article on Divya Bhaskar