top
અમદાવાદમાં પૂરઝડપે અને સર્પાકાર રીક્ષા ચલાવી જોખમી સ્ટંટ, VIDEO:રસ્તા પર અન્ય વાહન ચાલકોના જીવ જોખમમાં મુક્યા, વીડિયો વાયરલ થતાં પોલીસે ચાલકને ઝડપ્યો
અમદાવાદના જશોદાનગર ચાર રસ્તાથી રબારી કોલોની ચાર રસ્તા સુધી એક રીક્ષા ચાલકે 50 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે બેદરકારીપૂર્વક અને સર્પાકાર રીક્ષા ચલાવીને જોખમી સ્ટંટ કર્યો હતો. જેથી અન્ય વાહનચાલકોના જીવ જોખમમાં મુકાયા હતા. ટુ વ્હીલર ચાલકે વીડિયો ઉતારી વાયરલ કર્યો આ દરમિયાન પાછળ ટુ વ્હીલર પર જઈ રહેલા યુવકે વીડિયો ઉતારી સોશિયલ મીડિયા પર વાઇરલ કર્યો હતો. જેના આધારે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે રીક્ષા ચાલક સામે ગુનો નોંધીને આરોપીની ઝડપી પાડ્યો હતો. આરોપીએ પોલીસ સામે માફી માંગી આરોપીની પૂછપરછ કરતા તેનું નામ સોનુસિંહ ખટીક અને તે નારોલમાં રહેતો હોવાનું તેમજ 25 ઓગસ્ટે રીક્ષા લઈને જતો હતો ત્યારે વીડિયો કોઈએ બનાવ્યો હોવાનું સામે આવ્યું હતું. આ વીડિયોમાં એક કારચાલક સાથે અકસ્માત થતા પણ રહી ગયો હોવાનું દેખાઈ રહ્યું છે. બાદમાં આરોપીએ પોલીસ સામે માફી પણ માંગી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
Read full article on Divya Bhaskar