crime
ગૂજરાત વિદ્યાપીઠની હોસ્ટેલના વિદ્યાર્થીઓ પાણીમાં ઊભા રહી જમ્યા, VIDEO:કેન્ટિનમાં વરસાદી પાણી ભરાતા કાનખજૂરો તરતો જોવા મળ્યો, વીડિયો વાઇરલ થતા કુલપતિએ ફોન ઉપાડવાનું ટાળ્યું
સોમવારે અમદાવાદમાં વરસાદ ખાબતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી, ત્યારે ગૂજરાત વિદ્યાપીઠની બોયઝ હોસ્ટેલમાં પણ વરસાદી પાણીના કારણે વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી હતી. હોસ્ટેલની કેન્ટિન તરફ જવાના રસ્તા પર તેમજ કેન્ટિનની અંદર પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વિદ્યાર્થીઓને કેન્ટિનમાં જમવા માટે પાણી ભરાયેલા હોય ત્યાં ઊભા રહીને જમવું પડ્યું હતું. તેમજ વિદ્યાર્થીઓ જમતા હતા ત્યાં પાણીમાંથી ઇયળો પણ તરતી જોવા મળી હતી. પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાથી ગંદા પાણીમાં જમવા અને રહેવા મજબૂર બન્યા હતા. ગૂજરાત વિદ્યાપીઠમાં પાણી ભરાયાના વીડિયો વાઈરલ અમદાવાદ શહેરમાં સોમવારે ભારે વરસાદ બાદ અનેક જગ્યાએ તારાજીના દ્રશ્યો સામે આવ્યા હતા. અનેક જગ્યાએ રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સમાનો કરવો પડ્યો હતો. જો કે હવે ગૂજરાત વિદ્યાપીઠમાં પણ પાણી ભરાયા હોય તેવા વીડિયો પણ સામે આવ્યા છે. બોયઝ હોસ્ટેલનો વીડિયો વાઇરલ થયો છે. 400 કરતા વધુ વિદ્યાર્થીઓ રહેતા હોય તે હોસ્ટેલમાં એન્ટ્રી કરવાના રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. પાણીમાં ઉભા રહીને વિદ્યાર્થીઓ જમવા મજબૂર બન્યા વિદ્યાર્થીઓ જ્યાં જમવા બેસે છે તે કેન્ટિનમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા હતા. યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાથી કલાકો વરસાદી પાણી ભરાયેલા રહેતા વિદ્યાર્થીઓ ભારે હાલાકીનો સમાનો કરવો પડ્યો હતો. જમવાના સમય સુધી પણ પાણીનો નિકાલ ન થતા કેટલાક વિદ્યાર્થીઓને તો પાણીમાં ઊભા રહીને જ જમવું પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે વિદ્યાર્થીઓના ભોજનની સાથે સ્વચ્છતા અને આરોગ્યને લઈને પણ સવાલો ઊભા થયા છે. એટલું જ નહીં અનેક જગ્યાએ તો પાણીમાં ઇયળ પણ તરતી જોવા મળી હતી. હવે આ વરસાદી પાણીમાં બેસીને જમ્યા બાદ પછી કોઈ વિદ્યાર્થી બીમાર પણ થઈ શકતા હતા. કુલપતિ હર્ષદ પટેલે ફોન ઉપાડવાનું ટાળ્યું મોટી વાત તો એ છે કે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિને પણ ખબર ન હતી જે પાણી ભરાયા હોય તેવી જગ્યાએ વિદ્યાર્થીઓ જમવા માટે મજબૂર બન્યા હતા. વીડિયો વાઇરલ થયો છતાં કુલપતિને કોઈ બાબતની જાણ જ ન હતી. પાણી ભરાઈ જાય છે તેવી પણ જાણ કોઈ દ્વારા કરવામાં ન આવી. વાઇરલ થયેલા જોવા માટે મંગાવ્યા બાદ તો કુલપતિ હર્ષદ પટેલે ફોન ઉપાડવાનું પણ ટાળ્યું હતું.
Read full article on Divya Bhaskar