top
VIDEO : પંજાબના જલાલાબાદ પોલીસ સ્ટેશનમાં જોરદાર બ્લાસ્ટ, વાહનોના કાચ તૂટ્યા; તપાસ શરૂ કરી
પંજાબના ફાજિલ્કા જિલ્લાના જલાલાબાદ સિટી પોલીસ સ્ટેશનમાં મોડી રાત્રે જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં પોલીસ સ્ટેશન પરિસરમાં ઉભેલા 4-5 વાહનોના કાચ તૂટી ગયા હતા. SSP સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. રાત્રે લગભગ 2 વાગ્યે થયેલા આ બ્લાસ્ટનું કારણ હજુ અસ્પષ્ટ છે. ફોરેન્સિક ટીમ અને CCTV ફૂટેજની તપાસ ચાલુ છે. પોલીસે ઘટનાસ્થળ સીલ કરી તપાસ હાથ ધરી છે.
Read full article on Gujaratsamachar