Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

વિદેશ જવાના બહાને ઠગાઈ:મહેસાણાના યુવક સાથે કેનેડા મોકલવાના બહાને 50 લાખની ઠગાઈ, મિત્ર દંપતી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 October 28, 2026 👁 1 views
વિદેશ જવાના બહાને ઠગાઈ:મહેસાણાના યુવક સાથે કેનેડા મોકલવાના બહાને 50 લાખની ઠગાઈ, મિત્ર દંપતી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
મહેસાણાના રાધનપુર રોડ પર આવેલા તિરૂપતી શાહીબાગ ટાઉનશીપમાં રહેતા અને કલોલ ખાતે સ્પેરપાર્ટનો ધંધો કરતા હિરેનભાઈ કાંતીભાઈ પટેલે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં મિત્ર દંપતી વિરુદ્ધ 50 લાખની છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે. સને 2010માં મહેસાણાની વર્ધમાન શાળામાં સાથે અભ્યાસ કરતો જૂનો મિત્ર જ આ સમગ્ર ઠગાઈનો મુખ્ય સૂત્રધાર નીકળ્યો છે. ફોરેન જવાનું કામ ન થાય તો લીધેલા પૈસા પરત આપવાની ખાતરી આપી ફરિયાદમાં જણાવ્યા અનુસાર હિરેનભાઈની સને 2018માં કાશી-વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે શાળાના જૂના મિત્ર કુશલકુમાર નવીનચંદ્ર પટેલ સાથે મુલાકાત થઈ હતી. તે સમયે મિત્ર કુશલ પટેલે તેને અને તેની પત્ની અવનીબેન ક્લાયન્ટોને ફોરેન મોકલવાનું કામ કરતા હોવાનું જણાવી વિશ્વાસમાં લીધા હતા. જો ફોરેન જવાનું કામ ન થાય તો લીધેલા પૈસા પરત આપી દેવાની ખાતરી આપી હતી. હિરેનભાઈને કેનેડા જવાની ઈચ્છા હોવાથી અને મિત્ર હોવાના નાતે તેમની ઉપર વિશ્વાસ મૂકી કેનેડા વર્ક પરમિટ પ્લસ પી.આર. વિઝા માટેનું કામ સોંપ્યું હતું. કુશલ પટેલે આ કામનો કુલ ખર્ચ 50 લાખ રૂપિયા જણાવ્યો હતો અને પ્રોસેસ માટે જરૂરી દસ્તાવેજો હિરેનભાઈના ઘરે આવીને મેળવ્યા હતા. જુદા-જુદા લોકો પાસેથી પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા આ ઠગાઈના ગુનામાં આરોપીઓએ અલગ-અલગ તારીખે ટુકડે-ટુકડે કુલ પચાસ લાખ રૂપિયા પડાવ્યા હતા. જેમાં તા. 20/03/2019 ના રોજ બેંક ખાતામાંથી એન.ઈ.એફ.ટી. દ્વારા 4 લાખ રૂપિયા, તા. 18/03/2019 ના રોજ મોટા ભાઈ મેહુલકુમારના ખાતામાંથી 5 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ અમદાવાદના નવરંગપુરા ખાતે આવેલી કેશવમ ઇન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડ નામની ઓફિસ પર બોલાવીને તા. 30/07/2018 ના રોજ રોકડા રૂપિયા, તા. 30/08/2019ના રોજ 8,50,000 રૂપિયા, તા 15/12/2020 ના રોજ 11.50 લાખ રૂપિયા (જે વખતે પત્ની અવનીબેન પણ હાજર હતા) અને તા. 11/12/2021ના રોજ સ્પોન્સર લેટરના પ્રીત્યર્થે વધુ 11.50 લાખ રૂપિયા રોકડા લીધા હતા. વિઝાની પૂછપરછ કરતાં ખોટા વાયદાઓ આપ્યા લાંબી પ્રક્રિયા બાદ કુશલ પટેલે કેનેડાના સ્પોન્સર લેટરના કાગળો વોટ્સએપ પર મોકલી આપ્યા હતા અને બાયોમેટ્રિક્સ માટે તા. 5/10/2024 ના રોજ કુશલના મોબાઈલ પર 1.10 લાખ રૂપિયા અને તેની પત્ની અવનીબેનના નંબર પર 40 હજાર રૂપિયા ગૂગલ પે દ્વારા કઢાવ્યા હતા. ત્યારબાદ તા. 10/10/2024 ના રોજ અમદાવાદ ખાતે હિરેનભાઈનું બાયોમેટ્રિક્સ કરાવવામાં આવ્યું હતું. પાસપોર્ટ વિઝા પ્રિન્ટીંગ બાબતે અવારનવાર પૂછપરછ કરવા છતાં મિત્ર કુશલ દ્વારા માત્ર ખોટા વાયદાઓ અને બહાનાઓ આપવામાં આવતા હતા. આખરે તા. 03/5/25 ના રોજ કુશલ પટેલે હિરેનભાઈના ઘરે આવીને કેનેડાની ફાઈલ રિજેક્ટ થઈ હોવાનું જણાવી લીધેલા તમામ 50 લાખ રૂપિયા પરત આપી દેવાની વાત કરી હતી. પરંતુ ત્યારબાદ સમય વિતતા જ્યારે હિરેનભાઈએ નાણાંની માંગણી કરી ત્યારે તેનો ફોન બંધ આવતો હતો અને અમદાવાદ ખાતે તેની ઓફિસે તથા ચાંદખેડા નિગમનગરમાં આવેલ ઓમકાર બંગ્લોઝ સ્થિત ભાડાનું મકાન પણ ખાલી કરી દીધું હોવાનું માલૂમ પડ્યું હતું. પોલીસે હિરેનભાઈની ફ્રિયાદના આધારે (1) કુશલકુમાર નવીનચંદ્ર પટેલ અને (2) અવનીબેન કુશલકુમાર પટેલ (બંને રહે. ઓમકાર બંગ્લોઝ, વૃંદાવનની સામે, નિગમનગર, ચાંદખેડા, અમદાવાદ) વિરુદ્ધ વિઝા ફ્રોડ, છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan