Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
business

વિદેશી રોકાણકારોએ ઑક્ટોબરમાં ભારતીય બજારમાંથી ₹34,843 કરોડ ઉપાડી લીધા:2026માં અત્યાર સુધીમાં ₹2.95 લાખ કરોડની નિકાસી, કારણ- કાચા તેલના ભાવ વધ્યા

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 November 1, 2026 👁 7 views
વિદેશી રોકાણકારોએ ઑક્ટોબરમાં ભારતીય બજારમાંથી ₹34,843 કરોડ ઉપાડી લીધા:2026માં અત્યાર સુધીમાં ₹2.95 લાખ કરોડની નિકાસી, કારણ- કાચા તેલના ભાવ વધ્યા
ભારતીય શેરબજારમાંથી વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs)ની વેચવાલીનો સિલસિલો ઓક્ટોબર મહિનામાં પણ ચાલુ રહ્યો. ઓક્ટોબરમાં FPIsએ ભારતીય ઇક્વિટી બજારમાંથી કુલ ₹34,843 કરોડ ઉપાડી લીધા છે. આ સતત બીજો મહિનો છે જ્યારે વિદેશી રોકાણકારોએ બજારમાં ભારે વેચવાલી કરી છે. વૈશ્વિક બજારમાં કાચા તેલની ઊંચી કિંમતો, દુનિયાભરમાં ઊંચા વ્યાજદર અને કંપનીઓના નબળા ત્રિમાસિક પરિણામોના અંદાજને કારણે વિદેશી રોકાણકારોનું સેન્ટિમેન્ટ પ્રભાવિત થયું છે. જોકે, ઓક્ટોબરના અંતિમ સપ્તાહ (26-30 ઓક્ટોબર) દરમિયાન વિદેશી રોકાણકારોએ વલણ બદલતાં બજારમાં ₹6,300 કરોડનું નેટ એટલે કે ચોખ્ખું રોકાણ કર્યું, જ્યારે તેના અગાઉના સપ્તાહમાં (23 ઓક્ટોબરે પૂરું થયેલા સપ્તાહમાં) તેમણે ₹2,700 કરોડની વેચવાલી કરી હતી. 2026માં અત્યાર સુધીમાં ₹2.95 લાખ કરોડની વેચવાલી સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ લિમિટેડ (CDSL)ના આંકડા મુજબ, ઑક્ટોબર પહેલાં સપ્ટેમ્બર મહિનામાં પણ વિદેશી રોકાણકારો (FPIs)એ ભારતીય શેરબજારમાંથી ₹35,861 કરોડ ઉપાડી લીધા હતા. આ પહેલાં જુલાઈમાં ₹20,200 કરોડ અને ઑગસ્ટમાં ₹29,631 કરોડનું નેટ રોકાણ આવ્યું હતું. ઑક્ટોબરની નવી વેચવાલી સહિત, વર્ષ 2026માં અત્યાર સુધી ભારતીય ઇક્વિટી બજારમાંથી FPIsનો કુલ આઉટફ્લો ₹2.95 લાખ કરોડના સ્તરે પહોંચી ગયો છે. 4માંથી 3 ટ્રેડિંગ સેશનમાં વિદેશી રોકાણકારો ખરીદદાર રહ્યા ઑક્ટોબરના અંતિમ સપ્તાહમાં આવેલા સુધારાથી બજારનું શોર્ટ-ટર્મ સેન્ટિમેન્ટ તો સુધર્યું છે, પરંતુ બજારના જાણકારોનું કહેવું છે કે માત્ર એક સપ્તાહની ખરીદીને ટ્રેન્ડમાં કાયમી બદલાવ (રિવર્સલ) ગણી શકાય નહીં. કેશ માર્કેટમાં 30 ઑક્ટોબરે સમાપ્ત થયેલા છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનમાંથી ત્રણમાં FPIs નેટ ખરીદદાર રહ્યા. આનાથી ભારતીય શેરોને લઈને વિદેશી રોકાણકારોના વલણમાં ધીમે ધીમે સુધારાના સંકેતો મળી રહ્યા છે. ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ તરફથી મળી રહેલો સપોર્ટ ઑક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં વિદેશી રોકાણકારો તરફથી થયેલી ખરીદારીના જોરે નિફ્ટી ફરી એકવાર 23,000નું સ્તર પાર કરવામાં સફળ રહ્યો. માર્કેટ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, FPIsની સતત ચાલી રહેલી વેચવાલી છતાં ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (DIIs)એ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. DIIsએ વિદેશી રોકાણકારોની વેચવાલીના દબાણને સંભાળ્યું અને બજારમાં સ્થિરતા જાળવી રાખી. ફાર્મા, હેલ્થકેર અને ડિજિટલ પ્લેટફોર્મના શેરોમાં ખરીદારી ઓક્ટોબર મહિનામાં વિદેશી રોકાણકારોની પસંદગી અને નાપસંદગીમાં સ્પષ્ટ તફાવત જોવા મળ્યો. એક તરફ FPIsએ લાર્જ-કેપ ફાઇનાન્શિયલ (બેન્કિંગ અને નાણાકીય) શેરોમાં વેચવાલી ચાલુ રાખી, જ્યારે બીજી તરફ તેઓ પસંદગીની ફાર્માસ્યુટિકલ (દવા), હેલ્થકેર અને ડિજિટલ પ્લેટફોર્મ કંપનીઓના શેરોમાં ખરીદી કરતા જોવા મળ્યા. વેચવાલી અને ખરીદી પાછળનાં 5 મુખ્ય કારણો નિષ્ણાતોનો મત: કાચા તેલના ભાવ અને અમેરિકી ચૂંટણીઓ પર રહેશે નજર FPI શું હોય છે અને બજાર પર તેની શું અસર પડે છે? FPI શું છે: ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ એટલે કે FPIનો અર્થ વિદેશી રોકાણકારો દ્વારા કોઈ દેશના શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ અથવા બોન્ડમાં કરવામાં આવતું રોકાણ છે. બજાર પર અસર: જ્યારે FPIs ભારતીય બજારમાં નાણાંનું રોકાણ કરે છે, ત્યારે શેરબજારમાં તેજી આવે છે અને ભારતીય રૂપિયો મજબૂત બને છે. જ્યારે તેઓ નાણાં પાછાં ખેંચે છે, ત્યારે બજારમાં ઘટાડો અને રૂપિયામાં નબળાઈ જોવા મળે છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan