Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
technology

વિદ્યાર્થીઓ અને નોકરિયાતો માટે અપડાઉન કરવું બનશે ઈઝી:બુલેટ ટ્રેનની રેલવે-બસ ડેપો સાથે સીધી કનેક્ટિવિટી, મૂવિંગ વોક વે સાથેનો 534 મીટર લાંબો ફૂટ ઓવર બ્રિજ મુસાફરી બનાવશે સુપરફાસ્ટ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 10, 2026 👁 4 views
વિદ્યાર્થીઓ અને નોકરિયાતો માટે અપડાઉન કરવું બનશે ઈઝી:બુલેટ ટ્રેનની રેલવે-બસ ડેપો સાથે સીધી કનેક્ટિવિટી, મૂવિંગ વોક વે સાથેનો 534 મીટર લાંબો ફૂટ ઓવર બ્રિજ મુસાફરી બનાવશે સુપરફાસ્ટ
ભારતની પ્રથમ હાઈ-સ્પીડ રેલ પરિયોજના અંતર્ગત વડોદરામાં બની રહેલું બુલેટ ટ્રેન સ્ટેશન દેશના પરિવહન ઈતિહાસમાં એક સીમાચિહ્નરૂપ કડી બનવા જઈ રહ્યું છે. ભારતીય રેલવે અને હાઈ-સ્પીડ નેટવર્ક વચ્ચે સીમલેસ કનેક્ટિવિટી પૂરી પાડવા માટે આ સ્ટેશનને હાલના વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 7ની બરાબર ઉપર વિકસાવવામાં આવી રહ્યું છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા હાથ ધરાયેલા આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય મુસાફરો માટે બુલેટ ટ્રેન, પરંપરાગત ટ્રેનો અને સ્થાનિક રોડ ટ્રાન્સપોર્ટ વચ્ચે એક જ સ્થળેથી આવવા-જવાની સરળ સુવિધાઓ સુનિશ્ચિત કરવાનો છે. મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર પર સ્થિત આ મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબથી અમદાવાદ, સુરત અને મુંબઈ જેવા મેટ્રો શહેરો વચ્ચે મુસાફરી અત્યંત ઝડપી અને આરામદાયક બની જશે. બુલેટ ટ્રેનનું સ્ટેશન અને પરંપરાગત રેલવે સ્ટેશન એક બનશે વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશનને પશ્ચિમ રેલવે તેમજ શહેરના સેન્ટ્રલ અને સિટી બસ ડેપો સાથે સીધું સાંકળવામાં આવશે. પ્લેટફોર્મ નંબર 7ની છત પર સ્ટેશન બનવાના કારણે જુદા-જુદા માધ્યમો દ્વારા ટ્રાવેલિંગ કરતા પ્રવાસીઓને એક વાહનમાંથી બીજા વાહનમાં જવા માટે લાંબા અંતર કાપવાની કે શહેરના ટ્રાફિકમાંથી પસાર થવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. આ ઇન્ટિગ્રેશન તમામ પ્રવાસીઓ ખાસ કરીને રોજિંદા નોકરિયાતો અને વ્યાપારીઓ માટે સમયની જંગી બચત કરાવશે. મુસાફરોની સુગમ અવરજવર માટે 3 વિશાળ ફૂટ ઓવર બ્રિજનું નિર્માણ સ્ટેશન પરિસરમાં મુસાફરોની સરળ અવરજવર માટે 3 વિશેષ ફૂટ ઓવર બ્રિજ (FOB)નું નેટવર્ક તૈયાર કરવામાં આવી રહ્યું છે. આધુનિક સ્ટેશન પ્લાઝા અને વર્લ્ડ-ક્લાસ પેસેન્જર સુવિધાઓ હાઈ-સ્પીડ રેલ સંચાલનની સાથે સાથે પ્રવાસીઓની સગવડતાને ધ્યાનમાં રાખીને સ્ટેશન પર વિશ્વકક્ષાની આંતરમાળખાકીય સુવિધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. સ્ટેશન સંકુલમાં વિશાળ અને વાતાનુકૂલિત વેઇટિંગ લાઉન્જ, સ્વચ્છ શૌચાલય, રિટેઈલ શોપિંગ સ્ટોર્સ અને ખાનપાનના આઉટલેટ્સ ઊભા કરાશે. મુસાફરોની સુરક્ષા માટે પીક-અપ અને ડ્રોપ-ઓફ ઝોન ઉપરાંત ખાનગી કાર, બસ તેમજ ઓટો રિક્ષા માટે સ્વતંત્ર પાર્કિંગ એરિયા વિકસાવવામાં આવી રહ્યો છે. સ્ટેશન બહાર ગ્રીનરી સાથેનું આકર્ષક લેન્ડસ્કેપિંગ અને મુસાફરોને દિશા-નિર્દેશનમાં સરળતા રહે તે માટે અત્યાધુનિક ડિજિટલ સાઇનેજ બોર્ડ મૂકવામાં આવશે. વડના વૃક્ષથી પ્રેરિત અનોખું સ્થાપત્ય અને નેચરલ લાઇટિંગ ડિઝાઇન વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશનનું બાંધકામ શહેરના ઐતિહાસિક વારસા અને સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે. સ્ટેશનની સમગ્ર બાહ્ય ડિઝાઇન 'વડ'ના વૃક્ષની છત્રછાયાથી પ્રેરિત રાખવામાં આવી છે, જે સંસ્કારી નગરી વડોદરાના નામ અને તેની ઓળખ સાથે ઊંડો નાતો ધરાવે છે. સ્ટેશનના આંતરિક હોલ અને કોન્કોર્સ એરિયાને એવી રીતે આકાર આપવામાં આવ્યો છે કે, દિવસ દરમિયાન પુષ્કળ માત્રામાં કુદરતી સૂર્યપ્રકાશ અંદર પ્રવેશી શકે અને પ્રવાસીઓ ખુલ્લા આકાશનો અનુભવ માણી શકે. આ પ્રકારનું ગ્રીન અને ઓપન બિલ્ડિંગ આર્કિટેક્ચર પ્રવાસીઓને ખુશનુમા અને આરામદાયક વાતાવરણ પૂરું પાડશે. યુવાનો અને વ્યાવસાયિકો માટે સાબિત થશે ગેમચેન્જર વડોદરા શિક્ષણ અને જ્ઞાનનું મુખ્ય કેન્દ્ર હોવાથી અહીં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય, IIT ઉપરાંત પારુલ, નવરચના અને સુમનદીપ જેવી નામાંકિત યુનિવર્સિટીઓ આવેલી છે. હાઈ-સ્પીડ કનેક્ટિવિટી ઉપલબ્ધ થતાં હજારો વિદ્યાર્થીઓ માટે અન્ય મોટા શહેરોમાં ઇન્ટર્નશિપ, ઉચ્ચ અભ્યાસ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને પ્લેસમેન્ટની નવી તકો ખુલશે. એન્જિનિયરિંગ, ફાર્માસ્યુટિકલ્સ અને કેમિકલ ઉદ્યોગો ધરાવતા વડોદરાના ઔદ્યોગિક સેક્ટરને પણ મુંબઈ અને અમદાવાદ સાથે ગતિશીલ જોડાણ મળવાથી બિઝનેસ ડેલિગેટ્સ અને પ્રોફેશનલ્સનું આવાગમન અત્યંત ઝડપી બનશે, જે શહેરના 'એજ્યુકેશન-ટુ-એમ્પ્લોયમેન્ટ' ઇકોસિસ્ટમને નવી ઊંચાઈ આપશે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan