Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

વીજળી બચાવવા દિવાળીમાં મર્યાદિત લાઈટીંગ કરવાનો નિર્ણય

📰 News18 Gujarati 🕐 1 min read 📅 October 30, 2026 👁 1 views
વીજળી બચાવવા દિવાળીમાં મર્યાદિત લાઈટીંગ કરવાનો નિર્ણય
અમદાવાદ અને સુરત મહાનગરપાલિકા તંત્રએ એક પ્રશંસનીય નિર્ણય કર્યો છે. વીજળી બચાવવા માટે બંને મહાનગરપાલિકાઓ આ વખતે શહેરમાં મર્યાદિત સ્થળોને જ રોશનીથી શણગારશે. વળી અગાઉ દિવાળીના દિવસોમાં આખી આખી રાત લાઈટિંગ ચાલુ રખાતી હતી, પરંતુ આ વખતે દિવાળી સિવાય આખી આખી રાત લાઈટિંગ ચાલુ નહીં રખાય. અમદાવાદમાં માત્ર 7 સ્થળોએ જ ડેકોરેશન અને લાઈટિંગ કરવામાં આવશે. જેમાં રિવરફ્રન્ટના 6 બ્રિજ તથા નગરદેવી ભદ્રકાળી મંદિરનો સમાવેશ થાય છે. આ સિવાય મહાનગરપાલિકા તંત્ર ક્યાંય લાઈટિંગ નહીં કરે. દિવાળી અને નવા વર્ષે જ આખી રાત લાઈટિંગ ચાલુ રખાશે. જ્યારે એ સિવાયના દિવસોમાં સાંજે 7 વાગ્યાથી રાતના 1 વાગ્યા સુધી જ રોશની ચાલુ રહેશે. આ તરફ સુરતમાં પણ મહાનગરપાલિકા દ્વારા દિવાળીના તહેવારો દરમિયાન શહેરમાં મર્યાદિત રોશની કરવાનો નિર્ણય કર્યો છે. શહેરના 11 બ્રિજ પર રોશની કરાશે. અહીં પણ રાતના 6 કલાક દરમિયાન જ રોશની રખાશે. SMCની કચેરીઓ, આરોગ્ય કેન્દ્રો પર આ વખતે લાઈટિંગનું ડેકોરેશન નહીં કરવાનું નક્કી કરાયું છે. જેના કારણે અગાઉ જે 72 લાખનો ખર્ચ થતો હતો તે આ વખતે ઘટીને 11 લાખ થવાની શક્યતા છે.
Read full article on News18 Gujarati

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan