politics
વિનોદ તાવડે બન્યા ઉત્તર પ્રદેશ ભાજપના પ્રભારી, ગુજરાત અને પંજાબમાં કોને મળી જવાબદારી?
ભાજપે મોટો નિર્ણય લેતા વરિષ્ઠ નેતા વિનોદ તાવડેને ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવ્યા છે. તેમની સાથે જગદીશ ઈશ્વરભાઈ પટેલને સહ-પ્રભારી બનાવવામાં આવ્યા છે. તો , તરુણ ચૂઘને ગુજરાતના પ્રભારી અને સતીશ પુનિયાને પંજાબના પ્રભારી બનાવવામાં આવ્યા છે. સોમવારે જ , ભાજપે રાજ્યસભાના સાંસદ તાવડેને રાષ્ટ્રીય મહાસચિવ બનાવ્યા હતા. સતીશ પુનિયાને રાષ્ટ્રીય મહામંત્રી પણ બનાવવામાં આવ્યા છે. તો , રાજ્યસભાના સાંસદ તરુણ ચુગને રાષ્ટ્રીય કાર્યાલય પ્રભારીની ભૂમિકા સોંપવામાં આવી છે. બે દિવસમાં બે યાદીઓ જાહેર થતા એ સ્પષ્ટ થાય છે કે ભાજપે 2027 ની વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. નીતિન નબીનની ટીમના 65 નેતાઓની યાદીમાં આઠ ઉત્તર પ્રદેશના હતા. ...
Read full article on Khabarchhe