crime
વલસાડ: પારડી હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં સાસુ-વહુના મોત, ખરીદી કરી મોપેડ પર પાછા ફરતા સમયે કન્ટેઇનરે ટક્કર મારી
વલસાડના પારડી હાઇવે પર શુક્રવારે સાંજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવતા કન્ટેનરે મોપેડને ટક્કર મારતા વલસાડના મોટી ચણવઇના સાસુ-વહુના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. પારડીથી ખરીદી કરીને પરત ફરતી વખતે આ દુર્ઘટના બની હતી. પોલીસે કન્ટેનર ચાલકને પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી પરિવાર અને ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
Read full article on Gujaratsamachar