top
વલસાડમાં અનંત ચૌદશે ગણપતિ બાપાને અશ્રુભીની વિદાય:ઔરંગા-વાંકી નદી કિનારે 'ગણપતિ બાપ્પા મોરિયા'ના જયઘોષ ગુંજી ઉઠ્યા
વલસાડમાં અનંત ચૌદશના પવિત્ર દિવસે ગણેશોત્સવનું સમાપન થયું. શહેર અને આસપાસના વિસ્તારોમાંથી ગણપતિ બાપાની મૂર્તિઓને ઔરંગા અને વાંકી નદી ખાતે વિસર્જન માટે લઈ જવાઈ હતી. આ દરમિયાન ભક્તિમય માહોલ જોવા મળ્યો. ઢોલ-નગારાના તાલે ભક્તો 'ગણપતિ બાપ્પા મોરિયા, પુઢચ્યા વર્ષી લવકર યા'ના જયઘોષ કરતા નદી કિનારે પહોંચ્યા. મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ અને બાળકો વિસર્જન યાત્રામાં જોડાયા હતા. વિસર્જન પહેલાં ભક્તોએ ગણપતિ બાપાની અંતિમ આરતી કરી. પરિવારજનો અને મંડળના સભ્યોએ સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી. ત્યારબાદ વિધિવત્ પૂજન-અર્ચન સાથે મૂર્તિઓનું વિસર્જન કરાયું. બાપાને વિદાય આપતી વખતે ભક્તોની આંખોમાં ભાવુકતા હતી. અનેક ભક્તોએ આગામી વર્ષે ગણપતિ બાપાને ફરીથી વહેલા પધારવા માટે પ્રાર્થના કરી.
Read full article on Divya Bhaskar