Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

વલસાડમાં MY Bharat સ્વયંસેવકોને માર્ગ સલામતી તાલીમ અપાઈ:કલેકટર નીતિન સાંગવાનના અધ્યક્ષસ્થાને સડક સુરક્ષા મિત્ર કાર્યક્રમ યોજાયો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 24, 2026 👁 2 views
વલસાડમાં MY Bharat સ્વયંસેવકોને માર્ગ સલામતી તાલીમ અપાઈ:કલેકટર નીતિન સાંગવાનના અધ્યક્ષસ્થાને સડક સુરક્ષા મિત્ર કાર્યક્રમ યોજાયો
વલસાડની સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે જિલ્લા કલેકટર નીતિન સાંગવાનના અધ્યક્ષસ્થાને સડક સુરક્ષા મિત્ર (SSM) કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં MY Bharat સ્વયંસેવકો, વરિષ્ઠ જિલ્લા અધિકારીઓ અને માર્ગ સલામતી નિષ્ણાતોએ ભાગ લીધો હતો. કલેકટર નીતિન સાંગવાને વિદ્યાર્થીઓને સંબોધતા માર્ગ સલામતીના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને માર્ગ અકસ્માતો અટકાવવા અને ટ્રાફિક વ્યવસ્થાપનને વધુ અસરકારક બનાવવા માટે નવીન ઉકેલો રજૂ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. તાલીમ કાર્યક્રમમાં કર્નલ સંજીવ કુમાર શર્મા, પૂર્વ ડિરેક્ટર, આર્મી હેડક્વાર્ટર્સ, નવી દિલ્હી અને પંકજ મેહરા, રોડ સેફ્ટી લીડર, CoERS, IIT મદ્રાસ દ્વારા નિષ્ણાત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જિલ્લા યુવા અધિકારી, MY Bharat વલસાડના આયુષ ચૌધરીએ સ્વયંસેવકોને તાલીમને ગંભીરતાથી લેવા અને ફિલ્ડ ડિપ્લોયમેન્ટ માટે તૈયાર રહેવા અપીલ કરી હતી. તેમણે ગુડ સમરીટન અને જવાબદાર નાગરિક બનવા માટે આ તકનો ઉપયોગ કરવા જણાવ્યું હતું. તેમણે કાર્યક્રમના સફળ આયોજનમાં સહયોગ બદલ NSS પ્રોગ્રામ ઓફિસર જિગ્નેશ જોશી અને પ્રો. નેહા પટેલનો આભાર માન્યો હતો. તાલીમ પૂર્ણ થયા બાદ આ સ્વયંસેવકોને જિલ્લા રોડ સેફ્ટી કમિટીના સંકલનથી તૈનાત કરવામાં આવશે. તેઓ માર્ગ સલામતી પ્રવૃત્તિઓ, જનજાગૃતિ અને માર્ગ સલામતી સંબંધિત વિવિધ ફિલ્ડ લેવલ કામગીરીમાં યોગદાન આપશે. આ કાર્યક્રમ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેઝ મંત્રાલય (MoRTH) તથા યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલયની સંયુક્ત પહેલ છે. આ પહેલ ઓગસ્ટ 2025માં દેશના 100 ઉચ્ચ માર્ગ અકસ્માતગ્રસ્ત જિલ્લાઓમાં અમલીકરણ માટે શરૂ કરવામાં આવી હતી. તેનો હેતુ યુવા સ્વયંસેવકોને અકસ્માતગ્રસ્ત હોટસ્પોટની વૈજ્ઞાનિક ઓળખ, કટોકટીમાં પ્રતિસાદ વ્યવસ્થા અને માર્ગ સલામતીમાં સામુદાયિક ભાગીદારી માટે સક્ષમ બનાવવાનો છે. MoRTHના માર્ગદર્શન હેઠળ સ્થાપિત Centre of Excellence for Road Safety (CoERS), IIT મદ્રાસ દ્વારા સ્વયંસેવકોને ટેકનિકલ સહયોગ અને તાલીમ આપવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં પ્રોબેશનરી આઈએએસ પીયૂષ ઘટાલા, સરકારી એન્જિનિયરિંગ કોલેજ, વલસાડના પ્રિન્સિપાલ ડૉ. વી. ડી. ધીમાન, વલસાડના RTO ડી. એ. પટેલ અને RTO ઇન્સ્પેક્ટર પાર્થ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan