Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

વલસાડના દિલબર એપાર્ટમેન્ટમાંથી 1,104 બોટલ દારૂ ઝડપાયો:2.96 લાખનો મુદ્દામાલ જપ્ત, એક મહિલા પકડાઈ; મુખ્ય આરોપીની શોધખોળ ચાલુ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 15, 2026 👁 1 views
વલસાડના દિલબર એપાર્ટમેન્ટમાંથી 1,104 બોટલ દારૂ ઝડપાયો:2.96 લાખનો મુદ્દામાલ જપ્ત, એક મહિલા પકડાઈ; મુખ્ય આરોપીની શોધખોળ ચાલુ
વલસાડ સિટી પોલીસે દારૂના ધંધાર્થીઓ સામે કાર્યવાહી ચાલુ રાખી છે. ધનભુરા રોડ પર આવેલા દિલબર એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 101માં પોલીસે દરોડો પાડ્યો હતો. અહીંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને ટીન બિયરની કુલ 1,104 બોટલો મળી આવી હતી. પોલીસે દારૂના જથ્થા અને મોબાઈલ સહિત કુલ 2.96 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ફ્લેટમાં રહેતી 35 વર્ષીય મહિલાની ધરપકડ કરી હતી. ઝડપાયેલા દારૂના જથ્થાની કિંમત 2.91 લાખ રૂપિયા હોવાનું સામે આવ્યું છે. આ મામલે વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ 65(A)(E), 81, 83, 116(B) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે દારૂના આ જથ્થા પાછળના વોન્ટેડ આરોપી મોહમદ કાશીમ અબુબકર વજીરને પકડવા માટે તપાસ ઝડપી બનાવી છે. દારૂની હેરાફેરીમાં સામેલ અન્ય લોકો વિશે પણ પોલીસ તપાસ કરી રહી છે. પકડાયેલી મહિલા ઇસરત સામે અગાઉ ભરૂચમાં પણ પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલો છે. વલસાડ સિટી પોલીસના આ દરોડાથી દારૂનો ગેરકાયદે ધંધો કરતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan