crime
વસ્ત્રાપુર ટેમ્પો પલ્ટી ખાઈ જતા યુવકનું દબાઈ જતા મોત:ગટરના ઢાંકણા પર ટેમ્પોનું ટાયર ચડી જતા ઉંધો વળ્યો, રાહદારીઓએ યુવકને હોસ્પિટલ ખસેડ્યો હતો
અમદાવાદના વસ્ત્રાપુર સરકારી ચાવડી પાસે ટેમ્પો ગટરના ઢાંકણા પર ચડી જતા પલ્ટી ખાઈ જતા યુવક ટેમ્પો નીચે દબાઈ જતા મોત નીપજ્યું હતું. આ અંગે ટ્રાફિક પોલીસે ટેમ્પો ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. મોઇનુદ્દીન ટેમ્પો નીચે દબાઈ ગયો, મોત થયું શાહીબાગમાં રહેતા 47 વર્ષીય મોઇનુદ્દીન અંસારી છૂટક મજૂરી કામ કરતા હતા. ગત 19 સપ્ટેમ્બરે તે નોકરીએ ગયો હતો. જે બાદ તે મહેબુબખાન પઠાણ અને નાસીરખાન ભટ્ટી સાથે ટેમ્પોમાં સિંધુભવનથી નીકળ્યા હતા. આ સમયે વસ્ત્રાપુર સરકારી ચાવડી પાસે જમણી બાજુ ટર્ન લેતા ગટરના ઢાંકણાની ધાર પર ટેમ્પોનું ટાયર આવી જતા ટેમ્પો પલટી ગયો હતો. જેમાં મોઇનુદ્દીન ટેમ્પો નીચે દબાઈ ગયો હતો. રાહદારીઓએ ટેમ્પોની નીચેથી મોઇનુદ્દીનને બહાર કાઢીને સારવાર માટે ખસેડ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરતા ટેમ્પો ચાલક નાસીરખાન ભટ્ટી સામે એ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar