Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

ગાંધીનગરથી ચાલતા સોફ્ટવેરની ખામીથી કર્મચારીઓ લાચાર:હિંમતનગર પાલિકામાં ઇ-નગર સોફ્ટવેરમાં છેલ્લા 1 માસથી લગ્ન નોંધણી ઠપ, 25થી વધુ અરજી પેન્ડિંગ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 November 3, 2026 👁 1 views
ગાંધીનગરથી ચાલતા સોફ્ટવેરની ખામીથી કર્મચારીઓ લાચાર:હિંમતનગર પાલિકામાં ઇ-નગર સોફ્ટવેરમાં છેલ્લા 1 માસથી લગ્ન નોંધણી ઠપ, 25થી વધુ અરજી પેન્ડિંગ
ડિજિટલ ઇન્ડિયા અને ઝડપી ઓનલાઈન કામગીરીના દાવાઓ વચ્ચે હિંમતનગર નગરપાલિકામાં સર્વર અને સોફ્ટવેરની સમસ્યાઓ સ્થાનિક નાગરિકો માટે માથાના દુ:ખાવા સમાન બની ગઈ છે. હિંમતનગર નગરપાલિકામાં છેલ્લા એક માસ જેટલા સમયથી રાજ્ય સરકાર દ્વારા ઇ-નગર 1 માંથી ઇ-નગર 2 કરવાની કામગીરી ચાલતી હોવાથી સોફ્ટવેરમાં ટેકનિકલ ખામી સર્જાતા લગ્ન નોંધણીના સર્ટિફિકેટ કામકાજને ભારે અસર પહોંચી છે. સોફ્ટવેર યોગ્ય રીતે કામ ન કરતું હોવાને કારણે લગ્ન નોંધણીના સર્ટિફિકેટ કાઢવાની પ્રક્રિયા સાવ ખોરવાઈ ગઈ છે. હાલની સ્થિતિએ નગરપાલિકા કચેરીમાં 25 કરતાં વધારે અરજદારોના લગ્ન નોંધણીના સર્ટિફિકેટ પેન્ડિંગ હોવાનું જાણવા મળ્યું છે. નવદંપતીઓ અને તેમના પરિજનો પોતાનું સર્ટિફિકેટ મેળવવા માટે નગરપાલિકા કચેરી ખાતે આવે છે ત્યારે તેમના ડોક્યુમેન્ટ જમા લઇ તથા લગ્ન નોંધણી ફી જમા કરવામાં આવે છે. ત્યારબાદ અરજદારને ટેલિફોનિક જાણ કરીને બોલાવવામાં આવે છે. જોકે, છેલ્લા એક માસમાં એક પણ સર્ટિફિકેટ ઇશ્યુ થયું નથી અને હાલમાં લગ્ન નોંધણી માટે આવેલ 25 જેટલા સર્ટિફિકેટ પેન્ડીંગ છે. લગ્ન નોંધણી અધિકારીના જણાવ્યા અનુસાર સોફ્ટવેરની ખામીને કારણે આ પરિસ્થિતિ ઉભી થઇ છે અને આ પરિસ્થિતિ તમામ જગ્યાએ એકસરખી છે. નવદંપતીઓને વિદેશ જવા માટે પાસપોર્ટ કે વિઝાની ફાઈલ મૂકવાની હોય, બેંકમાં જોઈન્ટ એકાઉન્ટ ખોલાવવાનું હોય, કે પછી સરકારી દસ્તાવેજોમાં પત્નીના નામ કે અટકમાં ફેરફાર કરવાનો હોય - આ તમામ કામગીરી માટે મેરેજ સર્ટિફિકેટ અનિવાર્ય છે. સર્ટિફિકેટ સમયસર ન મળવાના કારણે ઘણા અરજદારોની વિઝા પ્રક્રિયા અને અન્ય અગત્યના કાનૂની કામો રોકાઈ ગયા છે. નગરપાલિકાના સંબંધિત વિભાગના કર્મચારીઓ આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હોવાનું જણાવી રહ્યા છે. જોકે, ગાંધીનગર કક્ષાએથી જ આ સમગ્ર સોફ્ટવેરનું સંચાલન થતું હોવાથી સ્થાનિક કર્મચારીઓ પણ લાચાર છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan