top
જમ્મુ-કાશ્મીર : બડગામમાં છુપાયેલા આતંકવાદીઓનો સેના પર આડેધડ ગોળીબાર, 1 આતંકી ઠાર
જમ્મુ-કાશ્મીરના બડગામમાં સેના, પોલીસ અને CRPFના સંયુક્ત 'ઓપરેશન અશદાર'માં 1 આતંકવાદી ઠાર મરાયો છે. ગુપ્ત માહિતીને આધારે યુસમર્ગ તરફ આતંકવાદીઓની શંકાસ્પદ હિલચાલ થતાં અશદાર ગલી જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. આતંકીઓએ ફાયરિંગ કરતાં જવાનોએ વળતો પ્રહાર કર્યો, જેમાં 1 આતંકી માર્યો ગયો અને AK-47 રાઈફલ જપ્ત કરાઈ. બીજા આતંકીની શોધખોળ ચાલુ છે.
Read full article on Gujaratsamachar