top
ચોથા માળે ફ્લેટની ગેલેરીમાંથી પડતા 1 વર્ષના બાળકનું મોત, CCTV:ધડાકાભેર પટકાતા લોકોની ચીસ નીકળી ગઈ, સુરતના અલથાણનો બનાવ
સુરતના અલથાણની સોસાયટીના ચોથા માળની ગેલેરીમાંથી 1 વર્ષીય બાળક રમતા રમતા નીચે પટકાતા મોત નિપજ્યું. કંપારી છોડાવી દેનારો બનાવ સોસાયટીના સીસીટીવીમાં કેદ થયો. બનાવને નજરે જોનારા લોકો પણ કંપી ઉઠ્યા. ચોથા માળની ગેલેરીમાં રમી રહેલો અંશ અકસ્માતે નીચે પડ્યો મૂળ અમરેલીના બગસરાના વતની અને હાલ સુરતના અલથાણ વિસ્તારની સોસાયટીમાં ચોથા માળે રહેતા જયદીપ વાજાનો એક વર્ષીય પુત્ર અંશ 11 ઓગસ્ટે ફ્લેટની ગેલેરીમાં રમી રહ્યો હતો. આ સમયે જ કોઈ કારણોસર ધડાકાભેર નીચે પટકાતા પરિવારજનો અને સોસાયટીના અન્ય લોકોની ચીસો પડી ગઈ હતી. સારવાર મળે તે પહેલા જ અંશનું મોત નિપજ્યું અવાજ સાંભળીને પરિવારજનો અને અન્ય લોકો નીચે પહોંચ્યા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા માસૂમને તાબડતોબ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, પરંતુ ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો. ઘટનાના કંપારી છોડાવનારા CCTV 11 ઓગસ્ટના રોજ બનેલી આ કરુણ દુર્ઘટનાના CCTV ફૂટેજ હવે સામે આવ્યા છે. આ હચમચાવી નાખતા વીડિયોમાં બાળક નીચે પટકાતું દેખાતાં જોનારા લોકો પણ કંપી ઊઠ્યા છે. વહાલસોયા પુત્રના અચાનક મોતના પગલે વાજા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. આ સમાચાર પણ વાંચોઃ 3 મિનિટ સુધી દીવાલ પર લટક્યા બાદ પટકાતા મોત, VIDEO વડોદરાના સમા વિસ્તારમાં આવેલા અગોરા સિટી સેન્ટરમાં યુવકના થયેલા મોતના હચમચાવી નાખતા સીસીટીવી સામે આવ્યા છે. જેમાં સેન્ટરના બીજા માળની દીવાલ પર એક યુવક ટીંગાયેલો જોવા મળી રહ્યો છે. એક વ્યકિત યુવકનો હાથ પકડી તેને બચાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ, ત્રણેક મિનિટ સુધી હાથ પકડી રાખ્યા બાદ છૂટી જતા યુવક નીચે પટકાયો હતો અને તેનું મોત નિપજ્યું હતું. (સંપૂર્ણ સમાચાર વાંચો)
Read full article on Divya Bhaskar