top
1 કરોડનો તોડ! ભાજપ નેતા અને પોલીસની સંડોવણીનો આરોપ
બોટાદમાં અધધ રૂપિયા 1 કરોડના કથિત ‘તોડ કાંડે' ખળભળાટ મચાવ્યો છે. પોલીસ અને રાજકીય આગેવાનોની સાંઠગાંઠથી તોડ થયાના આક્ષેપ સાથે ખૂદ શહેર ભાજપના પૂર્વ મહામંત્રી જગદીશ ચૌહાણે ઉતર્યા અને તપાસની માગ કરી હતી. મહત્વનું છે કે આ મામલે કોળી સમાજના અગ્રણીઓ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું. જે અંગે સમાજના અગ્રણી ભૂપત ડાભીએ નિવેદન આપતા કહ્યું કે, પોલીસ અને ભાજપના પીઢ આગેવાનોએ સાથે રહી આ તોડ કરાયો છે. જે અંગે બોટાદના કેટલાક ભાજપના આગેવાનોએ ગાંધીનગર કમલમ સુધી રજૂઆત પણ કરી છે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે જો સમાજના યુવકને ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં આંદોલન પણ કરીશું.
Read full article on News18 Gujarati