top
હત્યાના આરોપીને પોલીસે ધોઈ નાખ્યો:10 મિનિટમાં 107 દંડા ફટકાર્યા, ત્રીજા દિવસે રાજકોટનો મેળો હાઉસફુલ, ટેકો એપની સેલ્ફી સામે આરોગ્ય કર્મીઓ લાલઘૂમ
ત્રીજા દિવસે રાજકોટનો મેળો હાઉસફુલ રાજકોટના લોકમેળામાં ત્રીજા દિવસે લોકોની ભાકે ભીડ ઉમટી પડી. જેના કારણે તમામ રાઈડ્સ અને સ્ટોલ્સ ફૂલ થઈ ગયા હતા. છેલ્લા 3 દિવસમાં 5 લાખથી વધુ લોકોએ મેળાની મોજ માણી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો કોર્ટોને ફરી એકવાર બોમ્બથી ઉડાવાની ધમકી અમદાવાદ અને સુરત કોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવાની ધમકી મળી. ગુજરાત હાઈકોર્ટ સહિતની કોર્ટને મળેલા મેલમાં કોર્ટોમાં આરડીએક્સ બોમ્બ મુક્યાનો ઉલ્લેખ છે. પોલીસે તમામ જગ્યાએ તપાસ કરી પરંતુ શંકાસ્પદ કઈ મળ્યું નથી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો યુવતીની હત્યા કરનાર ફૈઝલ પર દંડાનો વરસાદ ભાવનગરમાં લિવ ઈન રિલેશનશિપમાં રહેતી યુવતીની હત્યા કરનાર ફૈઝલને પોલીસે બરાબરનો ફટકાર્યો. રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસે ફૈઝલ ઉર્ફે ખાટકીને 10 મિનિટમાં 107 દંડા ફટકાર્યા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો આરોગ્ય કર્મીઓ ટેકો એપની સેલ્ફી સામે કાળઝાળ જામનગર જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મંડળે ટેકો એપની ફરજ પાડતા સરકારના પરિપત્રની હોળી કરી વિરોધ નોંધાવ્યો. પરિપત્ર મુજબ, પોતાના ખાનગી મોબાઈલમાં ટેકો એપ ડાઉનલોડ કરી દર્દીઓની સારવાર દરમિયાન તેમના ફોટા અને સેલ્ફી અપલોડ કરવાની સૂચના અપાઈ છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો સુરતમાં કરંટ લાગવાથી ત્રણ યુવકોનાં મોત સુરતમાં જનમાષ્ટમીની મોડી રાત્રે કરંટ લાગવાથી ત્રણ યુવકોનાં મોત થયા. એક યુવકને સિલાઈ મશીન હટાવવા જતા કરંટ લાગ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે આ ત્રણેય ઘટના રાત્રે બેથી ત્રણ વાગ્યાના ગાળામાં બની હતી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો જન્માષ્ટમીના ફાળા મુદ્દે બે જૂથ વચ્ચે ધીંગાણું અમદાવાદના ઓઢવમાં જન્માષ્ટમીના ફાળા મુદ્દે બે જૂથ વચ્ચે ધીંગાણું સર્જાયું. સામસામે ચપ્પુ અને દંડા વડે કરાયેલા હુમલામાં બંને પક્ષના લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે સામસામે આઠ સામે ફરિયાદ નોંધી ચારની અટકાયત કરી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો એન્જિનિયરનો કડી નજીક કેનાલમાંથી મૃતદેહ મળ્યો બેંગલુરુથી રાખડી બંધાવવા આવેલા એન્જિનિયરનો કડી નજીક કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો. મૃતક બેંગલુરુથી ખાસ બહેન પાસે રાખડી બંધાવવા ગાંધીનગર આવ્યો હતો. આ દરમિયાન કેનાલ પર ફરતી વખતે પગ લપસતાં પાણીમાં તણાઈ ગયો હતો. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો પ્રખ્યાત ફરકીની લસ્સીમાંથી જીવાત નીકળી અમદાવાદના મણિનગર વિસ્તારમાં પ્રખ્યાત 'ફરકી' લસ્સીમાંથી ખરીદેલી મલાઈ લસ્સીમાંથી જીવાત નીકળી. ગ્રાહકે ફરિયાદ કરી તો મેનેજરે કહ્યું કે, 'ભૂલથી આવી ગઈ હશે'. ત્યાંના સ્ટાફે પણ ઉપરથી પડી હોવાનું કહી બચાવ કર્યો. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ખેતરના શેઢા પરથી નવજાત બાળકનો મૃતદેહ મળ્યો સુરતમાં કઠોર ગામની સીમમાંથી નવજાત બાળકનો મૃતદેહ મળ્યો. દવા છાંટતા મજૂરે માખીઓ બણબણતી જોઈ તપાસ કરતા કપડામાં વીંટાળેલું શિશુ મળી આવ્યું. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો જર્મન શેફર્ડે પાડોશી મહિલાને બચકાં ભર્યા અમદાવાદના વસ્ત્રાલમાં જર્મન શેફર્ડે પાડોશમાં રહેતી મહિલાને બચકાં ભર્યા. સાંજે મહિલા ઘરમાંથી કચરો બહાર ફેંકવા નીકળ્યા ત્યારે જર્મન શેફર્ડ તેમના પર હુમલો કરી હાથમાં બચકું ભરી લીધું હતું. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો
Read full article on Divya Bhaskar