Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

કલોલમાં એઠવાડ નાખવાના વિવાદમાં પાડોશી વચ્ચે ઝઘડાનો મામલો:તલવાર અને લોખંડની પાઈપ વડે હુમલો કરનારને 10 વર્ષની કેદ, 75 હજારનો દંડ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 8, 2026 👁 2 views
કલોલમાં એઠવાડ નાખવાના વિવાદમાં પાડોશી વચ્ચે ઝઘડાનો મામલો:તલવાર અને લોખંડની પાઈપ વડે હુમલો કરનારને 10 વર્ષની કેદ, 75 હજારનો દંડ
કલોલના નાની મલેકવાસ વિસ્તારમાં ઘર આગળ એઠવાડ નાખવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલી બાદ પાડોશી પર તલવાર અને લોખંડની પાઈપ વડે જાનલેવા હુમલો કરનાર આરોપીને કોર્ટે સખત સજા ફટકારી છે. કલોલના ત્રીજા સેશન્સ જજ બી.આર. રાજપુતે આરોપી ઇરફાન મોહમ્મદ હનીફભાઈ લુહારને 10 વર્ષની સખત કેદ અને રૂ.75 હજારના દંડની સજા ફટકારી છે. પત્નીના ઠપકાથી વિવાદ શરૂ થયો 7 ઓક્ટોબર 2023ના રોજ નાની મલેકવાસમાં રહેતા સુજાઉદ્દીન જહીરૂદ્દીન કાજીની પત્નીએ પોતાના ઘર આગળ એઠવાડ નાખવા બાબતે પાડોશમાં રહેતા ઇરફાન લુહારને ઠપકો આપ્યો હતો. આ વાતથી ઉશ્કેરાયેલા ઇરફાને ગાળો બોલી બોલાચાલી અને જપાજપી શરૂ કરી હતી. બચાવવા વચ્ચે પડેલા પરિવારજનો પર પણ હુમલો બૂમાબૂમ થતાં સુજાઉદ્દીન કાજી વચ્ચે પડ્યા હતા. આ દરમિયાન ઇરફાન પોતાના ઘરેથી તલવાર લઈ આવ્યો અને સુજાઉદ્દીનના માથાના જમણા ભાગે તલવારનો ઘા મારી દીધો હતો. તેમને બચાવવા તેમના મોટાભાઈ વચ્ચે પડતાં આરોપીએ લોખંડની પાઈપ વડે તેમના માથાના ડાબા ભાગે હુમલો કર્યો હતો. આરોપીએ સુજાઉદ્દીનને પણ પાઈપ વડે શરીરના અલગ-અલગ ભાગે માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હુમલા દરમિયાન તલવારનો ઉપયોગ કરીને આરોપીએ ગાંધીનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધીના જાહેરનામાનો પણ ભંગ કર્યો હતો. સમગ્ર બનાવ અંગે કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. સરકારી વકીલે મહત્તમ સજાની માગ કરી કેસની સુનાવણી દરમિયાન સરકાર પક્ષે એ.પી.પી. જીગ્નેશ એચ. જોશીએ દલીલો કરી હતી કે કોઈપણ વ્યક્તિને સંજોગો ગમે તેવા હોય છતાં કાયદો હાથમાં લેવાનો અધિકાર નથી. સમાજમાં કાયદાનો ભય જળવાઈ રહે અને આવા ગંભીર ગુનાઓ માટે દાખલો બેસે તે માટે આરોપીને કાયદા મુજબ કડક સજા થવી જરૂરી હોવાનું રજૂ કરવામાં આવ્યું હતું. કોર્ટે અહિંસા અને પાડોશી ધર્મનું મહત્ત્વ સમજાવ્યું કોર્ટે બંને પક્ષની દલીલો અને રજૂ થયેલા પુરાવાઓને ધ્યાને લીધા બાદ આરોપીને તકસીરવાન ઠેરવ્યો હતો. ચુકાદાની શરૂઆતમાં સંસ્કૃત શ્લોક ટાંકીને કોર્ટે અહિંસાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. કોર્ટે અવલોકન કર્યું હતું કે માણસ તરીકે માણસનો પ્રથમ ધર્મ અહિંસા છે અને સામાન્ય વ્યવહારમાં પાડોશી પહેલો સગો ગણાય છે. પરંતુ જ્યારે પાડોશી જ પોતાના પાડોશી પર ઘાતકી હિંસા કરે ત્યારે સત્ય અને ધર્મ બંનેની હાર થાય છે. આ ગંભીર ગુનાને ધ્યાને રાખીને કોર્ટે આરોપીને 10 વર્ષની સખત કેદ તથા રૂ.75 હજારના દંડની સજા ફટકારી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan