Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

ખાંભા માર્કેટિંગ યાર્ડ ચૂંટણીમાં ભાજપનો વિજય, તાલુકા પ્રમુખ હાર્યા:ખેડૂત પેનલની 10માંથી 8 બેઠકો ભાજપને મળી, 1 પર બળવાખોર જીત્યા; પ્રમુખ 166-166 મતથી ટાઈ બાદ હાર્યા

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 10, 2026 👁 1 views
ખાંભા માર્કેટિંગ યાર્ડ ચૂંટણીમાં ભાજપનો વિજય, તાલુકા પ્રમુખ હાર્યા:ખેડૂત પેનલની 10માંથી 8 બેઠકો ભાજપને મળી, 1 પર બળવાખોર જીત્યા; પ્રમુખ 166-166 મતથી ટાઈ બાદ હાર્યા
અમરેલી જિલ્લાના ખાંભા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. ખેડૂત પેનલની 10 બેઠકોમાંથી ભાજપના 8 ઉમેદવારો જીત્યા છે. જોકે, એક બેઠક પર ભાજપના બળવાખોર ઉમેદવારની જીત થઈ છે અને ખાંભા તાલુકા ભાજપ પ્રમુખ આનંદ ભટ્ટને હારનો સામનો કરવો પડ્યો છે. જિલ્લામાં સહકારી સંસ્થાઓની ચૂંટણીઓમાં રાજકીય પક્ષો સક્રિય રહે છે. ખાંભા માર્કેટિંગ યાર્ડની ખેડૂત પેનલની ચૂંટણી ગઈકાલે યોજાઈ હતી અને આજે મતગણતરી કરવામાં આવી. કુલ 10 બેઠકો માટે 31 ઉમેદવારો મેદાનમાં હતા. આ ચૂંટણીમાં અંદાજે 92.50 ટકા જેટલું મોટું મતદાન થયું હતું. આજે થયેલી મતગણતરીમાં સખવાળા ભરતભાઈ ભાદાભાઈ, ખુમ્મણ બાબુભાઈ વાજસુરભાઈ, તાંતિ રમેશભાઈ હરિભાઈ, રિયાણી વિનુભાઈ રવજીભાઈ, વાઘોશી મેરામભાઈ કાળુભાઈ, ઠુમ્મર શાંતિલાલ બાબુભાઈ, ગજેરા લાભુભાઈ વાલજીભાઈ, દુધાત ભરતભાઈ ધીરુભાઈ અને સાંજલિયા અશ્વિનભાઈ પ્રેમજીભાઈ સૌથી વધુ મત મેળવીને વિજેતા બન્યા હતા. દસમા નંબરની બેઠક માટે બે ઉમેદવારો વચ્ચે ટાઈ થઈ હતી. ખાંભા તાલુકા ભાજપ પ્રમુખ આનંદકુમાર ભટ્ટ અને નસીત સુરેશભાઈ રાણાભાઈને 166-166 સરખા મત મળ્યા હતા. APMC એક્ટ મુજબ, સરખા મત મળતા ચિઠ્ઠી ઉછાળીને નિર્ણય કરવામાં આવ્યો. ચિઠ્ઠી ઉછાળતા નસીત સુરેશભાઈ રાણાભાઈ વિજેતા જાહેર થયા. આમ, આ એક બેઠક પર ભાજપના બળવાખોર ઉમેદવારનો વિજય થયો અને તાલુકા ભાજપ પ્રમુખ આનંદ ભટ્ટ હારી ગયા. ચૂંટણી પહેલા ભાજપની વેપારી પેનલની ચાર બેઠકો બિનહરીફ થઈ હતી. ખેડૂત પેનલની 10 બેઠકો માટે થયેલી ચૂંટણીમાં ભાજપના 8 ઉમેદવારો જીત્યા, જ્યારે એક બેઠક પર ચિઠ્ઠીથી ભાજપના બળવાખોર ઉમેદવારનો વિજય થયો. આ રીતે ખાંભા માર્કેટિંગ યાર્ડમાં ફરી એકવાર ભાજપનો વિજય થયો છે. ચૂંટણીના પરિણામ બાદ ભાજપના આગેવાનોએ ખેડૂતો અને મતદારોનો આભાર માન્યો. તેમણે ખાતરી આપી કે આગામી દિવસોમાં માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો માટે ચૂંટણી દરમિયાન આપેલા વચનો અને સુવિધાઓ પૂરી કરવા પ્રયાસો કરવામાં આવશે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan