Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

સુરતમાં ધો.10ના વિદ્યાર્થીનો ઝેરી દવા પી આપઘાત:ભાડે લીધેલી કારમાં નુકસાન થતાં આરોપીઓએ ધમકી અને માર માર્યો, પોલીસે મરવા મજબૂર કરનાર સગીર સહિત બેને દબોચ્યા

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 22, 2026 👁 1 views
સુરતમાં ધો.10ના વિદ્યાર્થીનો ઝેરી દવા પી આપઘાત:ભાડે લીધેલી કારમાં નુકસાન થતાં આરોપીઓએ ધમકી અને માર માર્યો, પોલીસે મરવા મજબૂર કરનાર સગીર સહિત બેને દબોચ્યા
સુરતમાં સમાન્ય બાબતે અસહ્ય માનસિક ત્રાસ આપી સગીર વિદ્યાર્થીને મરવા મજબૂર કરવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભાડે આપેલી કારમાં નુકસાન થતા નાણાં ચૂકવી દીધા હોવા છતાં ગાળો ભાંડી, માર માર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ધો. 10ના વિદ્યાર્થીએ અનાજમાં નાખવાની ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આ મામલે સરથાણા પોલીસે ગુનો નોંધી એક નામચીન આરોપી તથા કાયદાના સંઘર્સમાં આવેલા એક સગીરની અટકાયત કરી છે. નુકસાનીના નાણાં ચૂકવ્યા છતાં વિદ્યાર્થીને ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નાના વરાછા ખાતે સીવીલાઈઝ સર્કલ પાસે આવેલી સોસાયટીમાં રહેતા ડ્રાઈવિંગનો વ્યવસાય કરતા લાલજીભાઈના ધોરણ 10માં અભ્યાસ કરતા પુત્રને આરોપી સાગર બોળીયા અને 17 વર્ષીય સગીર રોહન (નામ બદલ્યું છે) દ્વારા સ્વિફ્ટ કાર ભાડે અપાવવામાં આવી હતી. આ કાર વાપરવા દરમિયાન તેમાં કંઈક નુકસાન થયું હતું. કારમાં થયેલા નુકસાન પેટે લાલજીભાઈના વિદ્યાર્થી પુત્રએ કટકે-કટકે તમામ નાણાંની ચૂકવણી પણ કરી આપી હતી. ગાળો ભાંડી ઢોર માર મારતાં માસૂમ વિદ્યાર્થીએ ઝેરી દવા ગટગટાવી પૈસા પૂરેપૂરા મળી ગયા હોવા છતાં સાગર બોળીયા અને રોહન દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીને વારંવાર બોલાવી બિભત્સ ગાળો આપવામાં આવતી હતી. એટલું જ નહીં, તેને ઢોર માર મારી જાનથી મારી નાખવાની સતત ધમકીઓ આપી અસહ્ય માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો. આરોપીઓના આ અમાનુષી ત્રાસ અને દબાણથી કંટાળી જઈને માસૂમ વિદ્યાર્થીએ આખરે અનાજમાં નાખવાની ઝેરી દવા પી લીધી હતી. ગંભીર હાલતમાં તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું હતું. સરથાણા પોલીસે હ્યુમન સોર્સ અને ટેક્નિકલ સર્વેલન્સથી દબોચ્યા પુત્રના મોતના પગલે પિતા લાલજીભાઈએ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વિવિધ કલમો હેઠળ દુષ્પ્રેરણનો ગુનો નોંધ્યો હતો. સરથાણા પોલીસની ટીમે હ્યુમન સોર્સીસ અને ટેક્નિકલ વર્કઆઉટના આધારે મુખ્ય આરોપી સાગર રાજુભાઈ બોળીયા (ઉં.વ. 21, રહે. રઘુકુળ પેલેસ, પુણાગામ) તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલા સગીરને ઝડપી લીધા હતા. પકડાયેલો મુખ્ય આરોપી અગાઉથી હદપાર કરાયેલો હિસ્ટ્રીશીટર પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલો આરોપી સાગર બોળીયા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેની સામે અગાઉ સરથાણા પોલીસ મથકમાં ગંભીર ગુના નોંધાઈ ચૂક્યા છે. સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી તેને અગાઉ એક વર્ષ માટે હદપાર કરવાનો આદેશ પણ કરવામાં આવ્યો હતો. હદપારીના હુકમનો ભંગ કરવાનો ગુનો પણ તેની સામે નોંધાયેલો છે. હાલ પોલીસે સગીર સામે બાળ અદાલત સમક્ષ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી મુખ્ય આરોપી સામે કડક કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan