top
ગુજરાતભરના મેયરો સુરતમાં થશે એકત્ર:10 સપ્ટેમ્બરે ICCC ખાતે 'ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયર્સ'ની બેઠક મળશે, પાલિકા તંત્રએ તૈયારીઓ શરૂ કરી
સુરત શહેરમાં આગામી 10 સપ્ટેમ્બર, 2026ના રોજ ‘ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયર્સ’ની ગુજરાત પ્રદેશ સ્તરની એક દિવસીય મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. સુરત મહાનગરપાલિકા દ્વારા આ બેઠકની યજમાની કરવામાં આવશે, જેમાં રાજ્યની વિવિધ મહાનગરપાલિકાઓના મેયરો ઉપસ્થિત રહેશે. બેઠકમાં શહેરી વિકાસ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું સંચાલન, નાગરિક સુવિધાઓ અને નગરપાલિકા વહીવટને વધુ સુદૃઢ બનાવવા જેવા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. ICCC ખાતે યોજાશે મહત્વપૂર્ણ બેઠક રાજ્યભરમાંથી સુરત આવનારા મેયરો માટે બેઠકનું આયોજન સુરતના અદ્યતન ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC) ખાતે કરવામાં આવશે. અહીં ડિજિટલ ગવર્નન્સ, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સ તેમજ મહાનગરપાલિકાઓ દ્વારા કરવામાં આવી રહેલી વિવિધ કામગીરી અંગે માહિતી અને અનુભવોનું આદાન-પ્રદાન પણ કરવામાં આવશે. મેયર માયાબેન માવાણીની સૂચનાથી તૈયારીઓ શરૂ સુરત મહાનગરપાલિકાના મેયર માયાબેન માવાણી દ્વારા મ્યુનિસિપલ કમિશનરને સત્તાવાર નોંધ પાઠવી બેઠકને લઈને જરૂરી વહીવટી અને આનુષંગિક વ્યવસ્થાઓ પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે. કાર્યક્રમમાં ઉપસ્થિત થનારા મહાનુભાવોને કોઈ અગવડ ન પડે તે માટે વિવિધ વિભાગો દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. સર્કિટ હાઉસમાં રોકાણ અને ભોજનની વ્યવસ્થા બેઠકમાં આમંત્રિત મેયરોના સુરત આગમનથી લઈને તેમના રોકાણ અને પરિવહન સુધીની વિસ્તૃત વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. તમામ મહાનુભાવોના રોકાણ માટે સુરત સર્કિટ હાઉસ ખાતે વ્યવસ્થા કરવામાં આવશે. સાથે જ તેમના માટે ભોજનની વિશેષ સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. મેયરોના કાર્યાલયો સાથે સંકલન સ્થાનિક પરિવહન અને પ્રોટોકોલની વ્યવસ્થા સુચારૂ રહે તે માટે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા રાજ્યની વિવિધ મહાનગરપાલિકાઓના મેયરો તથા તેમના કાર્યાલયો સાથે સંપર્ક અને સંકલનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. બેઠક સફળતાપૂર્વક સંપન્ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
Read full article on Divya Bhaskar