Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

10 લાખથી વધુના MD ડ્રગ્સ સાથે 5 શખ્સો દબોચાયા:રાજસ્થાનથી સુરત જથ્થો પહોચાડે તે પહેલાં જ પકડાયા, મહેસાણામાં સતત બીજા દિવસે ડ્રગ્સ ઝડપાયું

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 7, 2026 👁 3 views
10 લાખથી વધુના MD ડ્રગ્સ સાથે 5 શખ્સો દબોચાયા:રાજસ્થાનથી સુરત જથ્થો પહોચાડે તે પહેલાં જ પકડાયા, મહેસાણામાં સતત બીજા દિવસે ડ્રગ્સ ઝડપાયું
મહેસાણામાં સતત બીજા દિવસે નશાકારક પદાર્થોની હેરાફેરી સામે પોલીસે લાલ આંખ કરી છે. એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. કામળીયા અને તેમની ટીમ દ્વારા નશાકારક પદાર્થોની હેરાફેરી રોકવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન એલ.સી.બી. ટીમને બાતમી મળી હતી કે એક સફેદ રંગની સ્વિફ્ટ ગાડીમાં કેટલાક ઈસમો રાજસ્થાન બાજુથી માદક પદાર્થ લાવીને સુરત તરફ લઈ જઈ રહ્યા છે અને મહેસાણા બાયપાસ રોડ પર નુગર સર્કલથી શિવાલા સર્કલ વચ્ચે આવેલ "જય સેધણી માં હોટલ એન્ડ પાર્લર" સામે સર્વિસ રોડ પર તેની ડિલિવરી આપવાના છે. ‘મેફેડ્રોન’ ડ્રગ્સની હેરાફેરી કરતા ચોક્કસ બાતમીના આધારે એલ.સી.બી. પી.આઈ. એ.એમ. કામળીયા, પી.એસ.આઈ. બી.એ. પરમાર તથા પોલીસ સ્ટાફે સરકારી પંચો સાથે વોચ ગોઠવીને સ્વિફ્ટ ગાડી (નંબર HR.51.AZ.2180)ને ઘેરી લીધી હતી. કારમાં સવાર શખસો અને ગાડીની તપાસ કરતા પ્લાસ્ટિકની ઝીપલોક થેલીઓમાંથી શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો. સ્થળ પર એફ.એસ.એલ. અધિકારી પાસે પરીક્ષણ કરાવતા તે ‘મેફેડ્રોન’ હોવાનું સાબિત થયું હતું. 10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત પોલીસે ઘટનાસ્થળેથી રૂ. 5,51,550 ની કિંમતનું 183 ગ્રામ 850 મિલીગ્રામ એમ.ડી. ડ્રગ્સ, રૂ. 2,01,500 ની રોકડ રકમ, રૂ. 50,500ની કિંમતના 6 મોબાઈલ ફોન, રૂ. 2,00,000 ની સ્વીફ્ટ કાર, આર.સી. બુક, આધાર કાર્ડ અને પાન કાર્ડ સહિત કુલ રૂ. 10,03,550નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 5 શખ્સો દબોચાયા રંગેહાથ ઝડપાયા આ દરોડા દરમિયાન પોલીસે ડ્રગ્સની હેરાફેરી કરતા પાંચ આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા હતા. જેમાં હરેશભાઈ રૂપસિંહભાઇ પ્રજાપતિ (રહે. ઉજપા, તા. વાવ, જિ. વાવ-થરાદ), ભરતભાઈ જીવરામભાઈ પારંગી (રહે. રામપુરા, હાલ રહે. સુરત), લાખાભાઇ મનાંજીભાઇ રાજપુત (રહે. જમડા, હાલ રહે. સુરત), કરણભાઇ રણછોડભાઇ સોલંકી (રહે. ગડીસર, હાલ રહે. સુરત) અને કુલદીપભાઇ ઘેગાભાઇ રાજપુત (રહે. ઉજપા, તા. વાવ) નો સમાવેશ થાય છે. રાજસ્થાનથી જથ્થો લાવ્યા હતા પૂછપરછ દરમિયાન બહાર આવ્યું છે કે આ ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનના સાંચોરના રહેવાસી ભજનભાઇ પાસેથી મેળવવામાં આવ્યો હતો. પોલીસે ભજનભાઇને વોન્ટેડ જાહેર કરી, પાંચેય આરોપીઓ સામે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan