Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

10 વર્ષની સગીરાનું ઢગાએ કર્યું જાતીય શોષણ:વેફર અને ચોકલેટની લાલચ આપી પંચરની દુકાનમાં અંદર બોલાવી બીભત્સ ચેનચાળા કર્યા, કારીગર જોઈ જતા ભાંડો ફૂટ્યો, આરોપીની ધરપકડ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 17, 2026 👁 5 views
10 વર્ષની સગીરાનું ઢગાએ કર્યું જાતીય શોષણ:વેફર અને ચોકલેટની લાલચ આપી પંચરની દુકાનમાં અંદર બોલાવી બીભત્સ ચેનચાળા કર્યા, કારીગર જોઈ જતા ભાંડો ફૂટ્યો, આરોપીની ધરપકડ
રાજકોટ શહેરના સહજાનંદ ઇન્ડસ્ટ્રીઅલ એરિયામાં માત્ર 10 વર્ષની સગીરા સાથે નિર્લજ્જ વર્તન અને જાતીય શોષણની એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં 'પિતૃકૃપા' નામની પંચરની દુકાન ધરાવતા 50 વર્ષીય શાંતિલાલ મોહનભાઈ કાપડીયા નામના શખ્સે વેફર અને ચોકલેટ આપવાની લાલચે બાળકીને અંદર લઇ જઇ ગુપ્તાંગ મોં માં આપ્યું હતું જો કે સમગ્ર મામલે આરોપીની દુકાનમાં કામ કરતા કારીગરે બાળકીની માતાને હકીકત જણાવતા ભાંડો ફૂટતા તેને ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટના એસીપી ભાવેશ જાધવએ જણાવ્યું હતું કે, 15 ઓગસ્ટના દિવસે બપોરના સમયે ભોગ બનનાર બાળકીની માતા કામે ગઈ હતી અને બાળકી ઘરની બહાર રમી રહી હતી. તે સમયે દુકાનમાં એકલો રહેતા આરોપી શાંતિલાલે બાળકીને જોઈને પોતાની દાનત બગાડી હતી અને તેને ચોકલેટ તથા વેફરના પેકેટની લાલચ આપી પોતાની પંચરની દુકાનમાં અંદર બોલાવી લીધી હતી. જ્યાં દુકાનની અંદર લઈ ગયા બાદ આરોપીએ બાળકીને ટેબલ નીચે બેસાડીને તેનું જાતીય શોષણ કર્યું હતું. આ દરમિયાન પંચરની દુકાનમાં જ નોકરી કરતા એક યુવકને શાંતિલાલની પ્રવૃત્તિઓ પર શંકા ગઈ હતી અને જ્યારે માસૂમ બાળકી દુકાનની બહાર નીકળી, ત્યારે તે યુવકે તેની પૂછપરછ કરતા બાળકીએ પોતાની સાથે ઘટેલી આખી આપવીતી જણાવી હતી. બનાવની ગંભીરતા સમજીને યુવકે તુરંત જ બાળકીની માતાને જાણ કરી હતી અને બાદમાં આજીડેમ પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવતા આજીડેમ પોલીસે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી શાંતિલાલ કાપડીયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બાળકીની માતા નજીકમાં કારખાનામાં મજૂરી કામ કરતી હોવાનું અને નજીકમાં રહેતા હોવાથી પરિચયમાં હોવાનું અને બાળકીના પિતા હયાત ન હોવાનું સામે આવ્યું છે બીજી તરફ આરોપીની પત્ની અને સંતાન પણ થોડા વર્ષ પહેલા અવસાન પામતા પોતે એકલો રહી પંચરની દુકાન ચલાવતો હોવાનું સામે આવ્યું છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan