Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

ગુજરાત યુનિવર્સિટીમાં 100થી વધુ સિક્યુરિટી ગાર્ડ પોલીસ વેરિફિકેશન વગરના:4 મહિના થયા છતાં કોઈ ચકાસણી નહીં, ટેન્ડર રદ કરવા NSUIની માગ; જોધપુર દુષ્કર્મની ઘટના બાદ પણ યુનિ. ન જાગી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 12, 2026 👁 4 views
ગુજરાત યુનિવર્સિટીમાં 100થી વધુ સિક્યુરિટી ગાર્ડ પોલીસ વેરિફિકેશન વગરના:4 મહિના થયા છતાં કોઈ ચકાસણી નહીં, ટેન્ડર રદ કરવા NSUIની માગ; જોધપુર દુષ્કર્મની ઘટના બાદ પણ યુનિ. ન જાગી
જોધપુરની એક સોસાયટીમાં પોલીસ વેરિફિકેશન વગર ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું તે બાદ પણ ગુજરાત યુનિવર્સિટી અને એજન્સીઓ જાગી નહીં. હજારો વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને જે સિક્યુરિટી એજન્સીને યુનિવર્સિટીમાં કામગીરી સોંપાઈ છે, તેના સિક્યુરિટી ગાર્ડ પોલીસ વેરિફિકેશન વગર ફરજ બજાવી રહ્યા છે. 180 કરતા વધુ સિક્યુરિટી ગાર્ડ ફરજ બજાવે છે, જેની સામે માત્ર 80 સિક્યુરિટી ગાર્ડનું જ પોલીસ વેરિફિકેશન થયું છે 100 પોલીસ વેરિફિકેશન વગર ફરજ બજાવે છે. કોઈ ઘટના બનશે તો તેના જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ છે. પેન્થર સિક્યુરિટી એજન્સીને કામગીરી સોંપવામાં આવી છે. 4 મહિના થયા છતાં સિક્યુરિટી ગાર્ડ પાસે પોલીસ વેરિફિકેશન નથી તેની ચકાસણી પણ કરવામાં આવી નહીં. NSUIએ આક્ષેપ કર્યો છે કે મળતિયાઓને એજન્સી સોંપવામાં આવી છે જેથી કોઈ ચકાસણી કરવામાં આવી નથી. તેમજ સિક્યુરિટી એજન્સીનું ટેન્ડર રદ કરવા માટે માગ કરી છે. લાઇસન્સ પૂરું થઈ ગયું હોવા છતાં તેને રીન્યુ ના કર્યું NSUIના મહામંત્રી વિક્રમસિંહ ગોહિલે કહ્યું કે, ગુજરાત યુનિવર્સિટી જેવી પ્રતિસ્થિત શૈક્ષણિક સંસ્થામાં સુરક્ષાને લઈને ગંભીર બેદરકારી સામે આવી છે. ગુજરાત યુનિવર્સિટીમાં પેન્થર સિક્યુરિટી એજન્સીને કામગીરી સોંપવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી સિક્યુરિટી એજન્સીને કામગીરી સોંપવામાં આવી છે. 184 ગાર્ડ અને 3 સુપરવાઈઝર સિક્યુરિટી તરીકે ફરજ બજાવે છે. પરંતુ ગઈકાલ સુધી એક પણ સિક્યુરિટી ગાર્ડનું પોલીસ વેરીફિકેશન થયું નહતું. તેમજ એજન્સી પાસે પણ કોઈપણ પ્રકારનું લાઇસન્સ ન હતું. લાઇસન્સ પૂરું થઈ ગયું હોવા છતાં તેને રીન્યુ કરવામાં આવ્યું ન હતું. ગર્લ્સ હોસ્ટેલ કે પછી NRI હોસ્ટેલ આ તમામ જગ્યાએ આ સિક્યુરિટી ગાર્ડ ફરજ બજાવે છે. છતાં પણ કોઈપણ સિક્યુરિટી ગાર્ડનું પોલીસ સ્ટેશન કરવામાં આવ્યું ન હતું. એક વર્ષ થઈ ગયું છતાં ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોએ કોઈપણ પ્રકારની પૂછપરછ કરી નહીં. શું મળતિયાઓને એજન્સી આપવામાં આવી? ગુજરાત યુનિવર્સિટીના એસ્ટેટ વિભાગે પણ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરી નહીં. શું મળતિયાઓને એજન્સી આપવામાં આવી હતી એટલે કોઈ તપાસ કરવામાં ન આવી ? શું કમિશન મળતું હતું તે માટે કોઇ તપાસ કરવામાં આવી નહતી. અત્યારની સિક્યુરિટી નું ટેન્ડર રદ કરી નવી સિક્યુરિટી લાવવામાં આવે તેવી અમારી માંગ છે. 'બદલાતા રહેતા હોવાથી પોલીસ વેરિફિકેશન થઈ શક્યું નથી' ગુજરાત યુનિવર્સિટીના એસ્ટેટ વિભાગના હેડ શૈલેષ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટી દ્વારા સિક્યુરિટી એજન્સીને બે દિવસ પહેલા જ સૂચના આપવામાં આવી છે. જે પણ સિક્યુરિટી ગાર્ડનો પોલીસ વેરિફિકેશન બાકી છે તે સાંજ સુધીમાં પૂરું કરી દેવા કહેવામાં આવ્યું છે. ગુજરાત યુનિવર્સિટીના વિભાગોમાં, કેમ્પસમાં અને હોસ્ટેલોમાં જે પણ ગાર્ડ હશે તે પોલીસ વેરિફિકેશન હોય તેવા જ મૂકવામાં આવશે. પોલીસ વેરિફિકેશન વગરના હોય તો તેમને છૂટા કરી દેવા જણાવવામાં આવ્યું છે. અંદાજે 100 જેટલા સિક્યુરિટી ગાર્ડનું પોલીસ વેરિફિકેશન થઈ ગયું છે અન્યનું બાકી છે જે પૂર્ણ કરી દેવામાં આવશે. મહેકમ પ્રમાણે 180 જેટલા સિક્યુરિટી ગાર્ડ ફરજ બજાવે છે. એજન્સીનું કહેવું છે કે બદલાતા રહેતા હોવાથી પોલીસ વેરિફિકેશન થઈ શક્યું નથી.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan