crime
સુરતમાં 'શોલે' જેવો સીન સર્જાતા ફાયર બ્રિગેડ ધંધે લાગી:100 ફૂટ ઊંચી નિર્માણાધીન ટાંકી પર યુવક ચડી ગયો, નીચે ઉતારવા ફાયરના હેવી વ્હિકલ બોલાવવા પડ્યા
સુરતના ઉધનામાં 100 ફૂટ ઊંચી નિર્મણાધીન પાણીની ટાંકી પર એક યુવક ચડી જતા ભારે દોડધામ મચી. ટાંકીના બાંધકામ માટે લગાવવામાં આવેલી પાલખના માધ્યમથી ઉપર પહોંચી ગયો. એક કલાક સુધી ઉપર જ બેસી રહેલા નીચે ઉભેલા લોકોને શોલે ફિલ્મનો સીન યાદ આવી ગયો. ફાયરબ્રિગેડને જાણ થતા હેવી વ્હિકલ સાથે ટીમ ઘટનાસ્થળ પર પહોંચી મહામહેનતે યુવકને નીચે ઉતાર્યો. લોકોની નજર સામે જ 100 ફૂટ ઊંચી ટાંકી પર ચડી ગયો સુરતના ઉધના વિસ્તારમાં પાણીની ટાંકીનું કામ ચાલી રહ્યું છે. કન્સ્ટ્રકશન માટે બનાવવામાં આવેલી પાલખના માધ્યમથી આજે એક યુવક ઉપર ચડી ગયો. નીચે હાજર લોકોએ તેને નીચે ઉતરી જવા સમજાવ્યો પણ યુવક માન્ય નહીં અને 100 ફૂટ ઉપર જઈ બેસી ગયો. હાઈડ્રોલિક પ્લેટફોર્મ સાથે ફાયરની ટીમ રેસ્ક્યૂ માટે પહોંચી યુવકને ટાંકી પર જઈ લોકોને શોલે ફિલ્મનો સીન યાદ આવી ગયો. ફાયરબ્રિગેડને જાણ થતા જ હાઈડ્રોલિક પ્લેટફોર્મ સાથે ઘટનાસ્થળ પર પહોંચી. ફાયરનો એક જવાન ટાંકી ઉપરથી નીચે ઉતરતો ગયો. જ્યારે અન્ય એક જવાન નીચેથી પાલખ પર ચડ્યો અને મહામહેનતે યુવકને નીચે ઉતાર્યો. ટાંકી પર ચડવાનું કારણ અકબંધ એક કલાક સુધી લોકો અને તંત્રને ધંધે લગાડનાર યુવક શા માટે ટાંકી પર ચડ્યો હતો તે કારણ હજી અકબંધ છે. પોલીસે યુવકને અટકમાં લઈ પૂછપરછ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar