top
રામનાથ મહાદેવની 103મી વરણાગી નિકળી:રાજકોટમાં શ્રાવણના છેલ્લા સોમવારે ગ્રામ્ય દેવતાને વધાવવા ભક્તો ઉમટી પડ્યા, રાત્રે આકર્ષક ફાયર શોનું આયોજન
રાજકોટના ઐતિહાસિક અને શ્રદ્ધાના કેન્દ્ર સમાન રામનાથ મહાદેવના સાનિધ્યમાં આજે (7 સપ્ટેમ્બર) 103મી પ્રંપરાગત વરણાગી (શોભાયાત્રા)નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શ્રદ્ધાળુઓ પર આશીર્વાદ વરસાાવવા નીકળેલા રાજાધિરાજ રામનાથ મહાદેવના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. રામનાથપરા મેઇન રોડ પરથી પ્રસ્થાન અમિત રાઠોડે જણાવ્યું હતું કે, રામનાથ મહાદેવજીની આ 103મી વરણાગીમાં તમામ ધર્મપ્રેમી જનતાને જોડાવા અને દર્શનનો લાભ લેવા ખાસ અપીલ કરવામાં આવી છે.આ શોભાયાત્રા રામનાથપરા મેઇન રોડ પરથી પ્રસ્થાન થઇ કોઠારિયા નાકા પોલીસ ચોકી, આશાપુરા મેઇન રોડ અને કરણપરાથી હાથીખાના વિસ્તારમાંથી પસાર થઈને પુનઃ રામનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચશે. રાતે આકર્ષક 'ફાયર શો'નું આયોજન વરણાગી જ્યારે નિશ્ચિત રૂટ પર ફરીને નિજ મંદિરે પાછી ફરશે અને દાદાનું ફુલેકું મંદિરે પહોંચશે, ત્યારે રાત્રિના સમયે વિશેષ અને આકર્ષક 'ફાયર શો'નું આયોજન પણ કરવામાં આવ્યું છે.ભક્તિમય વાતાવરણ વચ્ચે નીકળેલી આ વરણાગીમાં જોડાયા બાદ સમગ્ર વિસ્તાર શિવમય બની ગયો હતો.
Read full article on Divya Bhaskar