top
ભોજપરા ગામે મોબાઇલ નેટવર્કના ટાવરમાંથી 10.42 લાખની ચોરી:114 ફૂટ ઉંચાઇએ ચડીને કેબલ તથા અન્ય સ્પેરપાર્ટ ઉઠાવી ગયા, વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ
ભાવનગર નજીક આવેલા ભોજપરા ગામે અનિલભાઈ ચૌહાણની જમીનમાં સ્થિત વોડાફોન કંપનીના ટાવરમાંથી ગત તા. 2 ઓગસ્ટ 2026ની રાત્રે આશરે દોઢ વાગ્યે અજાણ્યો શખ્સ કેબલ વાયર તથા વિવિધ સ્પેરપાર્ટની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ ટાવરના મેઈન્ટેનન્સનું કામ કરતી એલેવર ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લી. કંપનીના ક્લસ્ટર એન્જિનિયર અર્જુનભાઈ બળવંતભાઈ ડોડીયાએ કુલ ₹10,42,464ના મુદ્દામાલની ચોરી અંગે વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 35 મીટર(114 ફૂટ)ની ઊંચાઈએ ચડીને ચોરી કરી તસ્કરે ટાવર પર 35 મીટર(114 ફૂટ)ની ઊંચાઈએ ચડીને કિંમતી સામાનની તસ્કરી કરી હતી. ચોરી થયેલા મુદ્દામાલમાં વિવિધ સાઈઝના પાવર કેબલ, રેડિયો એફ.ટી.ડી., રેડિયો આઈ.બી.ડબલ્યુ., સીપ્રી કેબલ, જંપર કેબલ અને એ.આઈ.એસ.જી. કેબલ સહિત કુલ 10 પ્રકારના કિંમતી સાધનોનો સમાવેશ થાય છે. આ ઘટના અંગે સુભાષનગરમાં રહેતા ક્લસ્ટર એન્જિનિયરની ફરિયાદના આધારે વરતેજ પોલીસે અજાણ્યા શખ્સ સામે BNS એક્ટની કલમ 303(2) હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar