Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

રાજકોટમાં રવિવારે 1050 ઉમેદવારોની UPSC ની પરીક્ષા:ડિફેન્સ અધિકારી બનાવવા માંગતા યુવાનો એક્ઝામ આપશે : ઝેરોક્ષ મશીન બંધ, 4 વ્યક્તિઓ એકત્ર થવા પર પ્રતિબંધ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 10, 2026 👁 1 views
રાજકોટમાં રવિવારે 1050 ઉમેદવારોની UPSC ની પરીક્ષા:ડિફેન્સ અધિકારી બનાવવા માંગતા યુવાનો એક્ઝામ આપશે : ઝેરોક્ષ મશીન બંધ, 4 વ્યક્તિઓ એકત્ર થવા પર પ્રતિબંધ
યુનિયન પબ્લીક સર્વિસ કમિશન (યુ.પી.એસ.સી.) દ્વારા રાજકોટ સહિત દેશભરના નિયત કરાયેલા સેન્ટરો પરથી આગામી તા.13ને રવિવારે નેશનલ ડીફેન્સ એકેડમી (એન.ડી.એ.) નેવલ એકેડમી અને કમ્બાઇન્ડ ડીફેન્સ સર્વિસ (સીડીએસ)ની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવનાર છે. જેમાં સૌરાષ્ટ્રના 1050 ઉમેદવારો રાજકોટના 5 કેન્દ્રો પરથી પરીક્ષા આપવાના છે. આ પરીક્ષાના પેપરો રાજકોટ આવી પહોંચતા તેને કલેક્ટર કચેરીના સ્ટ્રોંગરૂમમાં પોલીસ બંદોબસ્ત હેઠળ સીલ કરી દેવામાં આવેલ છે. રાજકોટમાં આ પરીક્ષામાં 1050 વિદ્યાર્થીઓ બેસનાર છે. રાજકોટ સેન્ટરમાં આ પરીક્ષા-શાંતિપૂર્ણ વાતાવરણમાં લેવાય અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ કડક પ્રબંધો કરવામાં આવેલ છે. રાજકોટમાં સદગુરુ મહિલા કોલેજ, આઇપી મિશન, કેન્દ્રીય વિદ્યાલય, એવીપીટી કોલેજ અને કેન્દ્રીય વિદ્યાલય એમ કુલ પાંચ કેન્દ્રો પરથી આ પરીક્ષા લેવામાં આવનાર છે. સંરક્ષણ દળોમાં કારકિર્દી બનાવવા ઇચ્છુક ઉમેદવારો માટેની આ કસોટીના તમામ કેન્દ્રો પર વર્ગ-1 અને 2 ના અધિકારીઓ સ્ટેન્ડ-ટુ રહી મોનીટરીંગ કરશે.આ કસોટીના દિવસે તમામ કેન્દ્રો પર કડક પોલીસ બંદોબસ્ત હેઠળ પેપરો પરીક્ષા કેન્દ્રો પર પહોંચાડવામાં આવશે. આ પરીક્ષા સંદર્ભે ખાસ જાહેરનામુ પ્રસિધ્ધ કરી પ્રતિબંધાત્મક આદેશ ફરમાવી દેવામાં આવેલ છે. પરીક્ષા કેન્દ્રોના 100 મીટરના વિસ્તારમાં અનધિકૃત વ્યક્તિઓના પ્રવેશ, વાહન લઈ જવા તથા ચારથી વધુ વ્યક્તિઓના એકત્ર થવા પર પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રથી 200 મીટરના વિસ્તારમાં લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં. પરીક્ષા ખંડમાં મોબાઇલ ફોન, બ્લૂટૂથ સહિતના ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે. પોલીસે પરીક્ષા કેન્દ્રો નજીક ઝેરોક્સ મશીન બંધ રાખવા તથા કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે કડક વ્યવસ્થા ગોઠવી છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે BNS-2023 તથા જી.પી. એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan